દિલ્હીઃ દેશની રાજઘાની દિલ્હીમાં દિવાળી પહેલા જ એર પ્રોલ્યુશન વઘતુ જોવા મળી રહ્યું છે આસપાસના વિસ્તારોમાં પરાળી બાળવાની ઘટનાઓ તેમજ ટ્રાફિકના ઘૂમાડાના કારણે અહીની હવાનું સ્તર શીયાળાના આરંભે દ ખરાબ શ્રેણીમાં નોંઘાતું હોય છે ત્યારે હવે આ બાબતને લઈને સુપ્રીમ કોર્ટ સખ્ત બની છે.ટ
પ્રાપ્ત માહિતી પ્રમાણે એનસીઆરમાં વાયુ પ્રદૂષણનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન પાસેથી રિપોર્ટ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે પૂછ્યું છે કે પ્રદૂષણને નિયંત્રણમાં લેવા માટે શું પગલાં લેવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, એમિકસ ક્યુરી અપરાજિતા સિંહે સુપ્રીમ કોર્ટ પાસે હસ્તક્ષેપની માંગ કરી છે. શિયાળાની ઋતુમાં પ્રદૂષણના સ્તરમાં વધારો થવાનો મામલો કોર્ટ સમક્ષ મૂકીને પંચ પાસેથી રિપોર્ટ મંગાવવાની માગણી કરવામાં આવી હતી.
એમિકસ ક્યુરીએ જણાવ્યું હતું કે કમિશન આ મુદ્દાઓ સાથે કામ કરી રહ્યું છે અને તેઓ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે લેવામાં આવેલા પગલાં અંગે અહેવાલ આપી શકે છે. ઑક્ટોબર 6 ના રોજ, CAQM એ રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રના સત્તાવાળાઓને હોટલ અને રેસ્ટોરન્ટમાં કોલસાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા અને પ્રદૂષિત ઉદ્યોગો અને થર્મલ પાવર પ્લાન્ટ્સ સામે દંડાત્મક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો કારણ કે દિલ્હીમાં હવાની ગુણવત્તા બગડવાનું શરૂ થયું છે.