મધ્યપ્રદેશના નવા બનેલા મુખ્યમંત્રી મોહન યાદવનો સપથ ગ્રહણ સમારોહ આવતીકાલે યોજાશે
ભોપાલ – તાજેતરમાં દેશના 5 રાજ્યોમાં વિધાનસભાની ચુંટણી યોજાઇ હતી મધ્ય પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની જીત બાદ ગઈકાલે સોમવારે મુખ્યમંત્રી તરીકે મિહન યાદવના નામની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે હવે આવતી કાલે 13 ડિસેમ્બરના રોજ મુખ્ય મંત્રી તરીકેના તેઓ શપથ ગ્રહણ કરશે .
મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન-નિયુક્ત મોહન યાદવે સોમવારે કહ્યું કે નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ 13 ડિસેમ્બરે યોજાશે. ભાજપ વિધાયક દળના નેતા તરીકે ચૂંટાયા બાદ યાદવે સાંજે પત્રકારોને સંબોધતા આ માહિતી આપી હતી.
આ પેહલા અગાઉના દિવસે, મધ્ય પ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલે ભારતીય જનતા પાર્ટી ધારાસભ્ય દળના નેતા મોહન યાદવને રાજ્યમાં સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું અને તેમને આગામી મુખ્ય પ્રધાન તરીકે તેમની નિમણૂક અંગેનો પત્ર આપ્યો હતો.
આ સહિત બીજેપી વિધાયક દળએ ચૌહાણ કેબિનેટના સભ્ય યાદવને કેન્દ્રીય નિરીક્ષકોની હાજરીમાં તેના નેતા તરીકે ચૂંટ્યા, જેનાથી તેમને આગામી મુખ્યમંત્રી તરીકે ચાર્જ લેવાનો માર્ગ મોકળો થયો. 17 નવેમ્બરે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 230 સભ્યોની વિધાનસભામાં 163 બેઠકો જીતીને મધ્યપ્રદેશમાં સત્તા જાળવી રાખી હતી, જ્યારે કોંગ્રેસ 66 બેઠકો સાથે બીજા ક્રમે આવી હતી.