Site icon Revoi.in

8 માર્ચે ત્રિપુરામાં યોજાશે ભાજપ સરકારનો શપથ ગ્રહણ સમારોહ,PM નરેન્દ્ર મોદી પણ હાજરી આપશે

Social Share

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8મી માર્ચે ત્રિપુરામાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને તેના સહયોગી ઈન્ડિજિનસ પીપલ્સ ફ્રન્ટ ઑફ ત્રિપુરા (IPFT)ના ગઠબંધનની નવી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. એક વરિષ્ઠ અધિકારીએ શનિવારે આ માહિતી આપી. તાજેતરમાં પૂર્ણ થયેલી ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં, ભાજપે કુલ 60માંથી 32 બેઠકો જીતી હતી, જ્યારે તેના સહયોગી IPFTએ એક બેઠક જીતી હતી.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, “વડાપ્રધાનની રાજ્યની મુલાકાત પર મુખ્ય સચિવ એસ.કે.સિન્હા વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા છે.આજે એસપીજીની ટીમ પણ આવી રહી છે.વડાપ્રધાન 8 માર્ચે નવી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા આવી રહ્યા છે.

મુખ્યમંત્રી માણિક સાહાએ શુક્રવારે રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યને તેમની સરકારનું રાજીનામું સોંપ્યું હતું. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે નવી સરકાર 8મી માર્ચે શપથ લેશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સમારોહમાં હાજરી આપે તેવી અપેક્ષા છે. નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ અહીંના વિવેકાનંદ મેદાનમાં યોજાશે.