- અમેરિકી સેનાથી અફઘાનિસ્તાનથી વાપસી
- સંપૂર્ણ પણે અમેરિકા સેનાએ અફઘાન છોડી દીધું
દિલ્હીઃ- સમગ્ર વિશ્વા તાલિબાનની હરકતને લઈને ચિંતિત જોવા મળે છે, અફઘાનિલસ્તાનને પોતાની બાનમાં લઈને જેમ ફાવે તેમ પોતાની હુકુમત ચલાવતા તાલિબાનને વધુ એક જીત મળી છે, અફઘાનિસ્તાનમાં છેલ્લા 20 વર્ષછી અમેરિકી સેના કાર્યરત હતી જેણે હવે સંપૂર્ણ પણે આ દેશ છોડી દીધો છે.
મળતી માહિતી પ્રમાણે અમેરિકી સેનાએ રે અફઘાનિસ્તાન છોડી દીધું. યૂએસનું છેલ્લું વિમાન અમેરિકન કમાન્ડર, રાજદૂતને લઈને ઉપડ્યું. તે જ સમયે, એક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પેન્ટાગોને સ્વીકાર્યું હતું કે તે અપેક્ષા મુજબ કાબુલમાંથી ઘણા લોકોને બહાર કાઢી શક્યા નથી જેટલી તેમને આશા હતી.
તો બીજી તરફ અમેરિકી સેનાની વિદાય બાદ કાબુલ એરપોર્ટને તાલિબાનોએ સંપૂર્ણ રીતે કબજે કરી લીધું હતું. તાલિબાનોની જીત થી હતી તેમની જીતની ખુશીમાં હવામાં ફાયરિંગ કરીને ઉજવણી કરાઈ હતી.
આ બાબતને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનનું નિવેદન પણ સેનાની વાપસી પર આવ્યું હતું. હવે અફઘાનિસ્તાનમાં અમારી 20 વર્ષની સૈન્ય હાજરી સમાપ્ત થઈ ગઈ છે. અફઘાનિસ્તાનમાં ખતરનાક સ્થળોએ સેવા આપવા બદલ હું અમારા કમાન્ડરોનો આભાર માનું છું. તેમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે 31 ઓગસ્ટની વહેલી સવારના સમય મુજબ, કાબુલ સમય અને આ મિશનમાં કોઈ સેનિકોએ પોતાનો જીવ ગુમાવ્યો નથી.