- માતા વૈષ્ણો દેવીના મંદિરે આ વર્ષે ભક્તોએ રેકોર્ડબ્રેક દર્શન કર્યા
- જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ભીડ જોવા મળી
- લગભગ 16.50 લાખ ભક્તોએ માતા વૈષ્ણો દેવીના દર્શન કર્યા
દિલ્હી : ઉતરભારતમાં આવેલા માતા વૈષ્ણો દેવી મંદિરે દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે પહોંચે છે.ત્યારે આ વર્ષે સુત્રો દ્વારા માહિતી આપવામાં આવી રહી છે.આ વર્ષે લગભગ 16.50 લાખ ભક્તોએ માતા વૈષ્ણો દેવીના દર્શન કર્યા છે.
શ્રાઈન બોર્ડના એક અધિકારીએ જણાવ્યું કે જાન્યુઆરીમાં કુલ 4,08,861 લાખ, ફેબ્રુઆરીમાં 3,89,549 લાખ, માર્ચમાં 5,25,198 લાખ અને એપ્રિલમાં 3,21,725 લાખ શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફાની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું કે દરરોજ લગભગ 1000 થી 1200 શ્રદ્ધાળુઓ મંદિરની મુલાકાતે આવે છે.
સૂત્રોએ જણાવ્યું કે આ વર્ષના પ્રથમ ચાર મહિનામાં કુલ 16,45,333 શ્રદ્ધાળુઓએ માતા વૈષ્ણો દેવીની પવિત્ર ગુફાની મુલાકાત લીધી હતી. “જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં, ભીડ વધી અને દરરોજ 15,000 થી 20,000 શ્રદ્ધાળુઓ મંદિરે પહોંચ્યા અને માર્ચમાં યાત્રાળુઓની સંખ્યા 25,000 થી વધીને 30,000 થઈ ગઈ.”
આ વર્ષે જાન્યુઆરીથી એપ્રિલ સુધી જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશના રિયાસી જિલ્લાના કટરા શહેરમાં ત્રિકુટા પહાડીમાં સ્થિત માતા વૈષ્ણો દેવી મંદિરમાં 16 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પૂજા-અર્ચના કરી હતી. સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી.
ઉલ્લેખનીય છે કે,ભારતમાં સ્ત્રી શક્તિ દરેક દેવીઓના મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જામતી હોય છે.વૈષ્ણો દેવીના મંદિર સિવાય અમરનાથ,કેદારનાથ,ઋષિકેશ અને હરિદ્વાર જેવી પવિત્ર જગ્યા પર ભક્તો દર્શન માટે આવતા હોય છે. ભક્તોની સુરક્ષા અને સલામતી માટે સરકાર દ્વારા યોગ્ય પગલા લેવામાં આવતા હોય છે.