સુરતઃ કોરોનાના કાળમાં સુરતના કાપડ ઉદ્યોગની માઠી દશા બેઠી છે. લગ્નસરાની સીઝન હોવા છતાં કાપડની માગમાં ઘટાડો થતાં તેના કારણે મિલ માલિકોને સપ્તાહમાં બેથી ત્રણ દિવસ મિલ બંધ રાખવાની ફરજ પડી છે. કોલસાના ભાવમાં વધારો અને લગ્નસરાની સિઝન હોવા છતાં કાપડની ડિમાન્ડ ઓછી જોવા મળી છે. દિવાળીના 15 દિવસ પહેલાં જે પરિસ્થિતિ આ ઉદ્યોગમાં હતી તે જ પરિસ્થિતિ હાલ છે. જેમાં સૌથી મોટું ફેક્ટર કેમિકલના ભાવમાં વધારો છે. મિલમાલિકો પણ ઓછા લોસમાં ઈન્ડસ્ટ્રી ચાલે તે માટે કાર્યરત છે. પણ હાલ સપ્તાહમાં બેથી ત્રણ દિવસ મિલો બંધ રાખવામાં આવે છે. અથવા તો કેટલાક મિલમાલિકો છ દિવસમાં 12 કલાક મિલ બંધ રાખતા હોય છે. કેટલી ડિમાન્ડ છે તે આધારે મિલિ બંધ રાખવામાં આવી રહી છે. કાપડની મિલામાંથી શ્રમિકોને પણ છૂટા કરવામાં આવી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સુરતની કાપડ મિલો કપરા સમયમાંથી પસાર થઈ રહી છે. 24 કલાક ધમધમતી રહેતી મિલો કેમિકલ સહિત કોલસાના ભાવમાં વધારો અને લગ્નસરાની સિઝન હોવા છતાં કાપડની ડિમાન્ડમાં અછતના કારણે મિલમાલિકોને સપ્તાહમાં ત્રણથી બે દિવસ મિલ બંધ રાખવા ફરજ પડી છે. દક્ષિણ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએેશન એસોસિએશનના સૂત્રોએ જણાવ્યું કે, દિવાળીના 15 દિવસ પહેલા જે પરિસ્થિતિ આ ઉદ્યોગમાં હતી તે જ પરિસ્થિતિ હાલ પણ છે. જેની પાછળ ત્રણ મુખ્ય કારણ છે. એક એ કે, જીએસટીના રેટમાં વધારો કરવા માટે જે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતુ. બીજી બાબત છે કે કોલસા અને ઇનપુટ કોસ્ટમાં વધારો નોંધાયો હતો. સાથોસાથ લિગ્નાઇટના ભાવમાં પણ વધારો નોંધાયો હતો. ત્રીજું કારણ એ કે યુપી અને પંજાબમાં ઇલેક્શન છે તેના કારણે ડિમાન્ડમાં અછત સર્જાઈ છે
તેમણે કહ્યું કે, સૌથી મોટું ફેક્ટર છે કે કેમિકલના ભાવમાં પણ વધારો. મિલમાલિકો પણ ઓછા લૉસમાં ઇન્ડસ્ટ્રી ચાલે એ માટે કાર્યરત છે. દિવાળી પહેલા જે શ્રમિકો પોતાના વતન ગયા છે તે કેટલાક અત્યાર સુધી પરત આવ્યા નથી. ડિમાન્ડ ન હોવાના કારણે તેઓ પણ ત્યાંથી ફોન કરીને પૂછી લેતા હોય છે. હાલ બે થી ત્રણ દિવસ મિલો સપ્તાહમાં બંધ રાખવામાં આવે છે અથવા તો કેટલાક મિલમાલિકો 6 દિવસમાં 12 કલાકની મિલ બંધ રાખતા હોય છે. કેટલી ડિમાન્ડ છે તે આધારે મિલો બંધ રાખવામાં આવી રહી છે. એટલું જ નહિ, હાલ જે યુપી-પંજાબમાં ચૂંટણી છે. તેના કારણે પણ અનેક શ્રમિકો પોતાના વતન ગયા છે.