Site icon Revoi.in

શું આ વાત તમને ખબર છે? કે વાળનું સીધું જ કનેક્શન સ્વાસ્થ્ય સાથે છે

Social Share

વાળને અને સ્વાસ્થ્યને સીધો જ સંબંધ છે, આ વાત લગભગ મોટા ભાગના લોકોના મુખેથી સાંભળી હશે. ક્યારેક લોકો કહે છે કે ટેન્શન લેવાથી વાળ ખરવાનું શરૂ થાય છે, તો ક્યારેક લોકો કહે છે કે રોજ વાળમાં તેલ ન નાખવાથી વાળ ખરવાનું શરૂ થઈ જાય છે, પણ વાત એવી છે કે વાળ ખરવા પાછળ અનેક પ્રકારના કારણો હોઈ શકે છે.

જે લોકોના વાળ સુકા અને નીરસ છે તે લોકોના આ પ્રકારે વાળ હોવાનું કારણ છે કે તે લોકો વધારે પડતા સમય તડકામાં રહે છે અથવા ઘણો સમય તડકામાં પસાર કરી રહ્યા છો. તેમાં કોઈ શંકા નથી કે સૂર્ય વ્યક્તિના વાળને ભયંકર નુકસાન પહોંચાડી શકે છે. તે વાળને સુકા, નિસ્તેજ અને નબળા બનાવે છે. લાંબા સમય સુધી સૂર્યની કિરણોના સંપર્કમાં રહેવાને કારણે તમારા વાળનો રંગ નિસ્તેજ થવા લાગે છે.

સ્ત્રીઓમાં વાળ ખરવાનું સૌથી સામાન્ય કારણ હોર્મોનલ અસંતુલન છે. તણાવ અથવા અન્ય કોઈ સ્વાસ્થ્ય સમસ્યાને કારણે, જ્યારે શરીરમાં હોર્મોન્સનું સ્તર ઉપર અને નીચે જાય છે, ત્યારે વાળ તૂટી જાય છે. આવી સ્થિતિમાં, યોગ્ય દવા જરૂરી છે.

જે લોકોના માથામાં ગ્રે કલરના વાળ છે તે સ્પષ્ટ રીતે કહી રહ્યું છે કે તેવ્યક્તિ ખૂબ જ ટેન્શન લઈ રહ્યું છે. વાળ પણ હમણાં હમણાં ઘટી રહ્યા છે, તો તે સ્પષ્ટ સંકેત છે કે આ દિવસોમાં ઘણા તણાવમાં છો. તણાવ રંગદ્રવ્ય ઉત્પન્ન કરનારા કોષોને નુકસાન પહોંચાડે છે, જેનાથી વાળ અકાળે સફેદ થઈ જાય છે. વિટામિન બી 12 ટેબ્લેટ લઈને અને રિલેક્સ તરીકે લેવાથી વાળની ​​સમસ્યામાંથી રાહત મેળવી શકો છો.