- ભારતમાં કોરોનાની ત્રીજી લહેર
- એક દિવસમાં 16 લાખ કેસ આવવાની સંભાવના
- બેદરકારી પડી શકે છે ભારે
અમદાવાદ: હાલ સમગ્ર વિશ્વમાં કોરોનાની લહેર જોવા મળી રહી છે. કોરોનાની ત્રીજી લહેર કે જે અત્યારે ભારતમાં જોવા મળી રહી છે તેને લઈને જાણકારો દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જો ભારતમાં ત્રીજી લહેર ચરમસીમા પર પહોંચે તો ભારતમાં રોજના 16 લાખ કેસ નોંધાઈ શકે છે. મુંબઈમાં ફરી એકવાર કોરોના કાબૂ બહાર છે. એક દિવસમાં 10 હજાર 860 નવા કેસ નોંધાયા છે. પુણેમાં 1104 નવા દર્દીઓ મળી આવ્યા છે.
ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે. ગુજરાતમાં એક દિવસમાં 2 હજાર 265 નવા કોરોના દર્દીઓ સામે આવ્યા છે. બિહારમાં પણ કોરોના વિસ્ફોટ થયો છે. છેલ્લા 24 કલાકમાં 893 નવા દર્દીઓ મળી આવ્યા છે. પટનામાં સૌથી વધુ 565 દર્દીઓ મળી આવ્યા છે.
દેશમાં 24 કલાકમાં કોરોનાના 37 હજાર 379 નવા કેસ નોંધાયા છે. 124 લોકોના મોત થયા છે. થોડા સમય પહેલા મહારાષ્ટ્રમાંથી પણ ભયાનક આંકડાઓ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં 18 હજાર 466 નવા દર્દીઓ મળી આવ્યા છે. ચિંતાની વાત એ છે કે રાજ્યમાં કોરોનાને કારણે 20 લોકોના મોત થયા છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકામાં પણ છેલ્લા 24 કલાકમાં 10 લાખથી વધારે કેસ નોંધવામાં આવ્યા છે. જો કે જે પ્રકારે પહેલા લોકોની મોત થતી હતી તે અત્યારે ત્રીજી લહેરમાં જોવા મળી નથી.