- કોરોનામાં મોટી રાહત
- 24 કલાકમાં 34 હpeર 615 જ કેસ સામે આવ્યા
- કોરોનાના વળતા પાણી
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે, જો કે હવે ત્રીજી લહેરની ગતિ ઘીમી પડેલી જોઈ શકાય છે, જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં ાવે તો કોરોનાના કેસ 31 હજાર આસપાસ જ નોંધાયા છે તો સાથે સાજા થનારા દર્દીોનો આંકડો ઊંચો રહ્યો છે તો સક્રિય કેસ પણ ઘટી રહ્યા છે
જો છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વાત કરીએ તો કુલ 30 હજાર, 615 નવા કેસ નોંધાયા છે, જે ગઈકાલની સરખામણીમાં 11.7 ટકા વધુ છે. આ સાથે દેશમાં અત્યાર સુધીમાં કોવિડ સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 4 કરોડ 27 લાખ 23 હજાર 558 થઈ ગઈ છે.
છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાના કારણે કુલ 514 લોકોના મોત પણ થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ, દેશભરમાં સક્રિય કેસની કુલ સંખ્યા હવે ઘટીને 3 લાખ 70 હજાર 240 થઈ ગઈ છે.
આ સાથે જ સક્રિય કેસ કુલ સંક્રમણના 0.87 ટકા રહ્યા છે. હાલમાં દેશમાં રિકવરી રેટ વધીને 97.94 ટકા થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કુલ 52 હજાર 887 દર્દીઓ સાજા થયા છે, જે નવા દર્દીઓની સંખ્યા કરતા દોઢ ગણા વધારે છે. તો બીજી તરફ હવે દેશમાં દૈનિક સકારાત્મકતા દર હવે વધીને રેકોર્ડ 2.45 ટકા થઈ ગયો છે, જ્યારે સાપ્તાહિક હકારાત્મકતા દર હવે ઘટીને 3.32 ટકા થઈ ગયો છે.