1. Home
  2. ગુજરાતી
  3. વિશ્વમાં 13 કરોડ લોકો પર મંડરાઈ રહ્યો છે ભુખમરાનો ખતરો, 40 કરોડ લોકો પર હીટવેવનું જોખમ
વિશ્વમાં 13 કરોડ લોકો પર મંડરાઈ રહ્યો છે ભુખમરાનો ખતરો, 40 કરોડ લોકો પર હીટવેવનું જોખમ

વિશ્વમાં 13 કરોડ લોકો પર મંડરાઈ રહ્યો છે ભુખમરાનો ખતરો, 40 કરોડ લોકો પર હીટવેવનું જોખમ

0
Social Share

દિલ્લી: યુનાઈટેડ નેશન્સ દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે જે દુનિયાના તમામ અમીર દેશોની આંખ ખોલી દેશે અને કેટલાક મોટા ધનીક દેશો માટે શરમની વાત બરાબર છે. યુનાઈટેડ નેશન્સના રિપોર્ટમાં જાહેર કરવામાં આવ્યું છે કે આગામી વર્ષોમાં વિશ્વ અનેક ગંભીર ખતરાનો સામનો કરી શકે તેવી શક્યતાઓ છે. આગામી 30 વર્ષોમાં દુષ્કાળ, ભુખમરો અને અત્યંત ગરમીનો સામનો કરવા માટે તૈયાર રહો તેવી ચેતવણી આપવામાં આવી છે.

જે રિપોર્ટ યુએનની ઇંટરગવર્નમેંટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેંજ (આઇપીસીસી)ની રિપોર્ટ આગામી વર્ષે જાહેર થવાની હતી તે લીક થતા તે અત્યારે જ મીડિયામાં ફરતી થઈ ગઈ છે. અને તેનાથી જાણવા મળ્યું કે તાપમાનમાં 1.5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે જે આગામી વર્ષોમાં અતી ગંભીર ખતરો ઉભો કરી શકે છે અને ન ધાર્યું હોય તેવા પરીણામો પણ આવી શકે છે.
રિપોર્ટ અનુસાર તાપમાનના વધારાના ખતરારૂપ પરીણામો 2050 પહેલા જ દેખાવા લાગશે. જેને પગલે 13 કરોડ લોકોને દુનિયાભરમાં ભુખમરાનો સામનો કરવો પડી શકે છે. જ્યારે 42 કરોડ લોકોએ અત્યંત ખતરનાક હીટવેવનો સામનો કરવો પડશે.

4000 પાનાના ડ્રાફ્ટ રિપોર્ટમાં આગામી મહિનામાં બદલાવ કરાશે. આ ખતરાથી બચવા માટે વિશ્વના દેશોએ એક થવાની જરૂર છે તેવી પણ અપીલ આ રિપોર્ટમાં કરવામાં આવી છે. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે જે ક્લાઇમેટ ચેંજને લઇને સંધીઓ કરવામાં આવી છે તેનો યોગ્ય રીતે અમલ કરવામાં આવે તો પણ તાપમાનને ઘણેઅંશે કાબુમાં કરી શકાય તેમ છે.

આ ઉપરાંત વિકસીત દેશોએ વિકાસશીલ અને ગરીબ દેશોને તાપમાન ઓછુ કરવા માટે જરૂરી પગલા ભરવામાં મદદ કરવાની રહેશે. જે દેશોમાં ઉધ્યોગોનું પ્રમાણ વધુ હોય ત્યાં વધુ આવશ્યક પગલા લેવામાં આવે.

વૈશ્વિક ઉત્સર્જનમાં કાપ માટે સાઇંસનો પ્રયોગ કરવાનો રહેશે. આ પેરીસ સમજૂતી 2015માં સંયુક્ત રાષ્ટ્રના વાર્ષિક જળવાયુ સમ્મેલનમાં કરવામાં આવી હતી. જો તેનો યોગ્ય રીત અમલ કરવામાં આવે તો આવનારા અનેક ખતરાઓને પણ ટાળી શકાય તેમ છે.
ખાસ કરીને તાપમાનમાં ઘટાડો કરવાનું મુખ્ય લક્ષ્યમ આ સંધીનું રહેશે. તાપમાન વધવાને કારણે બરફ પીગળી રહ્યો છે અને તેને કારણે જળસ્તર પણ અનેક સમુદ્રી કિનારા વાળા વિસ્તારોમાં વધી શકે છે તેવો પણ ખતરો વ્યક્ત કરવામાં આવ્યો છે. તો બીજી તરફ જે વિસ્તારોમાં દુષ્કાળ વધુ પડે છે ત્યાં તાપમાન વધવાને કારણે સિૃથતિ વધુ કફોડી બની શકે છે. હીટવેવ જેવા મોટા ખતરા આવા દેશો અને વિસ્તારોમાં રહેલા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code