પ્રયાગરાજ, કુખ્યાત ગુનેગાર અતિક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદની મોડી રાતના હોસ્પિટલના સંકુલમાં જ ત્રણ શખ્સોએ ગોળી મારી હત્યા કરતા મચી ગયો છે. પોલીસે ત્રણેય હત્યારાઓની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં હત્યારાઓ અધિક અને અશરફને ઠાર માર્યા બાદ ડોન બનવા માંગતા હોવાનું ખુલ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, અધિક અને તેના ભાઈ અશરફી હત્યા કરવા બદલ ત્રણ આરોપીઓની પોલીસે અટકાયત કરી છે આ ત્રણ આરોપીના નામ લવલેસ, સની અને અરુણ મૌર્ય હોવાનું સામે આવ્યું છે. આ ત્રણેય શકશો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. લવલીશ નાની ઉંમરમાં જ ગુના ખરીદી દુનિયામાં પ્રવેશ્યો હતો. ત્રણેય આરોપીઓ જેલવાસ દરમિયાન મળ્યા હતા અને મિત્રો બની ગયા હતા.
પોલીસ ત્રણે આરોગ્યની આગવી ઢબે પૂછપરછ કરી રહી છે જોકે આરોપીઓ ગોળ ગોળ જવાબ આપી રહ્યા હોવાનું જાણવા મળે છે સની પોતાને વિદ્યાર્થી બતાવી રહ્યો છે એટલું જ નહીં સરકારી ભરતી ની પરીક્ષા માટે તૈયારી કરવા માટે પ્રયાગરાજ માં રહેતો હોવાનું પણ જણાવી રહ્યો છે. ત્રણેય આરોપીઓ પ્રયાગરાજના ની હોવાનું જાણવા મળે છે બીજી તરફ લવલી સમ પિતાએ હત્યારા પુત્ર સાથે કોઈ સંબંધ નહીં હોવાનો દાવો કર્યો છે. સમગ્ર ઘટનાને પોલીસ ગંભીરતાથી લઈને ત્રણેય આરોગ્યની પૂછપરછ કરી રહી છે તેમજ તેમની સાથે અન્ય કોણ કોણ આવેલું છે તેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. આરોપી હથિયાર ક્યાંથી લાવ્યા? કૉની પાસેથી લાવ્યા સહિતના મુદ્દાઓ ઉપર પણ તપાસ કરવામાં આવી રહી છે. અધિક અને અશરફની જે રીતે હત્યા કરવામાં આવી છે તે જોઈને પોલીસ માની રહી છે કે આરોપીઓએ અગાઉ હોસ્પિટલ અને હોસ્પિટલ કેમ્પસની રેકી કરી હતી.