Site icon Revoi.in

G-20 ડેવલપમેન્ટ વર્કિંગ ગ્રુપની ત્રણ દિવસીય ત્રીજી બેઠકનો આજે ગોવામાં આરંભ

Social Share

દિલ્હીઃ- દેશભરમાં જી 20ને લઈને અનેક બેઠકો આયોજીત થઈ રહી છે,ભારત આ વર્ષે જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે. ત્યારે આજથી G-20 ડેવલપમેન્ટ વર્કિંગ ગ્રુપની ત્રણ દિવસીય ત્રીજી બેઠકનો આજથી ગોવામાં આરંભ થઈ રહ્યો છે.

આજે 9 મેના રોજથી G-20 ડેવલપમેન્ટ વર્કિંગ ગ્રુપની ત્રીજી બેઠક આજે ગોવામાં શરૂ થવા જઈ રહી છે. ત્રણ દિવસીય આ બેઠક પહેલા મહિલાઓના નેતૃત્વમાં વિકાસની થીમ પર એક અલગ કાર્યક્રમ  પણ યોજવામાં આવ્યો હતો.ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના સહયોગથી જી-20 સચિવાલય દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ચર્ચા દરમિયાન  લિંગ સમાનતા અને મહિલાઓના નેતૃત્વમાં વિકાસના લક્ષ્યને હાંસલ કરવા માટે આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય નિર્ણય લેવાની પ્રક્રિયામાં મહિલાઓની સંપૂર્ણ ભાગીદારી અંગે ચર્ચાઓ કરાઈ હતી.

 વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ નાગરાજ નાયડુએ આ પ્રસંગે તેમના સ્વાગત પ્રવચનમાં પેઢીગત સમાનતા બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેણીએ G-20 માટે મહિલાઓની આગેવાની હેઠળના વિકાસના વિઝન દ્વારા તેની સંપૂર્ણ ક્ષમતાને સાકાર કરવા હાકલ કરી હતી.