- ડાયરેક્ટ ટેક્સ કલેક્શન, રિફંડની ચોખ્ખી રકમ રૂ. 10.60 લાખ કરોડ
- રૂ. 1.77 લાખ કરોડનું રિફંડ ઇશ્યૂ કરવામાં આવ્યું
- કોર્પોરેટ આવકવેરા કલેક્શનમાં ચોખ્ખી વૃદ્ધિ અનુક્રમે 12.48 ટકા
- વ્યક્તિગત આવકવેરાની વસૂલાત અનુક્રમે પ્રતિ વર્ષ 31.77 ટકા
નવી દિલ્હીઃ દેશમાં 09 નવેમ્બર, 2023 સુધીની પ્રત્યક્ષ કર વસૂલાતના કામચલાઉ આંકડામાં સતત વૃદ્ધિ નોંધાઈ રહી છે. ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 12.37 લાખ કરોડ રૂપિયા છે, જે ગયા વર્ષના સમાન ગાળાના ગ્રોસ કલેક્શનની તુલનામાં 17.59 ટકા વધારે છે. ડાયરેક્ટ ટેક્સ કલેક્શન, રિફંડનું ચોખ્ખું કલેક્શન રૂ. 10.60 લાખ કરોડ છે, જે ગયા વર્ષના સમાન ગાળાના ચોખ્ખા કલેક્શન કરતાં 21.82 ટકા વધારે છે. આ કલેક્શન એફ.વાય. 2023-24 માટે પ્રત્યક્ષ કરવેરાના કુલ બજેટ અંદાજના 58.15 ટકા છે.
જ્યાં સુધી કુલ મહેસૂલ સંગ્રહની દ્રષ્ટિએ કોર્પોરેટ આવકવેરા (સીઆઇટી) અને પર્સનલ ઇન્કમ ટેક્સ (પીઆઇટી) માટેના વૃદ્ધિ દરની વાત છે, ત્યાં સુધી સીઆઇટી માટે વૃદ્ધિ દર 7.13 ટકા છે જ્યારે પીઆઇટી માટે 28.29 ટકા (પીઆઇટી ઓન્લી પીઆઇટી) /27.98 ટકા [સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (એસટીટી સહિત પીઆઇટી)]નો વિકાસ દર છે. રિફંડના એડજસ્ટમેન્ટ બાદ સીઆઇટી કલેક્શનમાં ચોખ્ખી વૃદ્ધિ 12.48 ટકા છે અને પીઆઇટી કલેક્શનમાં 31.77 ટકા (પીઆઇટી ઓન્લી પીઆઇટી)/31.26 ટકા (એસટીટી સહિત પીઆઇટી) છે. 1 એપ્રિલ, 2023 થી 09 નવેમ્બર 2023દરમિયાન રૂ. 1.77 લાખ કરોડનું રિફંડ ઇશ્યૂ કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઔદ્યોગિક વિકાસને પગલે રોજગારીની નવી-નવી તકો ઉભી થઈ છે. જેના પરિણામે લોકોની આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.