નવી દિલ્હીઃ કેન્દ્રીય કૃષિ મંત્રાલયે કહ્યું છે કે દેશમાં કુલ ખાદ્યાન્ન ઉત્પાદન લગભગ 3 હજાર 297 લાખ ટનના રેકોર્ડ હોવાનો અંદાજ છે. આ 2021-22 દરમિયાન હાંસલ કરાયેલા અનાજના ઉત્પાદન કરતાં લગભગ 141 લાખ ટન વધુ છે. વર્ષ 2022-23 માટે મુખ્ય પાકોના ઉત્પાદનના અંતિમ અંદાજો બહાર પાડવામાં આવ્યા છે. મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા અંતિમ અંદાજો મુજબ, 2017-18 થી 2021-22 દરમિયાન ખાદ્યાન્નનું અનુમાનિત ઉત્પાદન અગાઉના પાંચ વર્ષના સરેરાશ ઉત્પાદન કરતાં ત્રણસો લાખ ટન વધુ છે.
મંત્રાલયે એમ પણ જણાવ્યું હતું કે 2022-23 દરમિયાન ચોખાનું કુલ ઉત્પાદન અંદાજે 1 હજાર 350 લાખ ટન, ઘઉંનું ઉત્પાદન લગભગ અગિયારસો લાખ ટન અને કઠોળનું કુલ ઉત્પાદન અંદાજે 260 લાખ ટન રહેવાનો અંદાજ છે. કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું હતું કે સરકાર યોજનાઓ અને કાર્યક્રમોને સરળ રીતે અમલમાં મૂકી રહી છે, આમ દરેકના પ્રયત્નો વિક્રમી અનાજ ઉત્પાદન સહિત કૃષિ ક્ષેત્રમાં વધુ સારા પરિણામો દર્શાવે છે.
દરમિયાન મોદી સરકારે માર્કેટિંગ સીઝન 2024-25 માટે રવી પાકોની એમએસપીમાં વધારો કર્યો છે, જેથી ઉત્પાદકોને તેમના ઉત્પાદન માટે લાભદાયક કિંમતો સુનિશ્ચિત કરી શકાય. એમએસપીમાં સૌથી વધુ વધારાને મંજૂરી મસૂર માટે ક્વિન્ટલદીઠ રૂ. 425, ત્યારબાદ રેપસીડ અને રાઈમાં રૂ. 200 પ્રતિ ક્વિન્ટલ મંજૂર કરવામાં આવી છે. ઘઉં અને કુસુમ માટે પ્રતિ ક્વિન્ટલ રૂ.150નો વધારો મંજૂર કરવામાં આવ્યો છે. જવ અને ચણા માટે ક્વિન્ટલદીઠ અનુક્રમે રૂ.115 અને ક્વિન્ટલદીઠ રૂ.105નો વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે.