દિલ્હીઃ- તાજેતરમાં રેલ્વેની ટિકિટ ઓનલાઈન બુકિંગ કરવામાં યાત્રીઓ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. જાણકારી અનુસાર છેલ્લા કેટલાક કલાકોથી IRCTC સર્વર ડાઉન થયેલું જોવા મળ્યું છે. IRCTCએ ટ્વિટ કરીને લોકોને આ જાણકારી આપી છે.
આ બાબતને લઈને કંપનીનું કહેવું છે કે મેન્ટેનન્સ એક્ટિવિટીને કારણે ટિકિટનું બુકિંગ નથી થઈ રહ્યું.ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશનની સેવાઓ ઠપ્પ થઈ ગઈ છે. IRCTC વેબસાઈટ આજે સવારેથી ડાઉન થઈ ગઈ છે, જેના કારણે વપરાશકર્તાઓને ઘણી મુશ્કેલી પડી રહી છે, તો બીજી તરફ તત્કાલ ટિકિટ બુક કરવાનો પણ આ સમય છે.
Due to technical reasons the ticketing service is not available. Our technical team is resolving the issue. We will notify as soon as the technical issue is fixed.
— IRCTC (@IRCTCofficial) July 25, 2023
આઈઆરસીટીસી વેબસાઈટની જેમ આઈઆરસીટીસી એપ પણ બંધ થઈ ગઈ છે. IRCTCની વેબસાઈટ પર મેસેજ આવી રહ્યો છે કે સાઈટની સર્વિસ મેઈન્ટેનન્સના કારણે બંધ છે. IRCTC સાઇટની મુલાકાત લીધા પછી, મેસેજ આવી રહ્યો છે કે ‘ઇ-ટિકિટિંગ સેવા મેઇન્ટેનન્સને કારણે ઉપલબ્ધ નથી’. કૃપા કરીને પછી પ્રયાસ કરો.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ત 6 મેના રોજ પણ સવારે 10 વાગ્યાની આસપાસ IRCTCની સેવાઓ ઠપ થઈ ગઈ હતી, જેના કારણે યુઝર્સને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તે દરમિયાન પણ સાઈટ ડાઉન હોવાને કારણે મેઈન્ટેનન્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
આ સમયે શું કરવું જાણો
જો તમે આ સમયગાળા દરમિયાન ઓનલાઈન ટિકિટ કેન્સલ કરવા અથવા TDR ફાઈલ કરવા માંગતા હોવ, તો તમે આ નંબરો 14646, 0755-6610661 અને 0755-4090600 પર કૉલ કરી શકો છો. તે જ સમયે, તમે આ ઈમેલ આઈડી etickets@irctc.co.in પર પણ મેઈલ કરી શકો છો.