- અતરિક્ષમાં જનારા યાત્રીઓની રશિયામાં તાલીન પૂર્ણ
- ગગનયાનમાં કઈ રીતે જીવંત રહેવું તે શિક્ષણ આપવામાં આવ્યું
દિલ્હી – ભારતના જે ચાર અંતરિક્ષ યાત્રીઓ ગગનયાન કાર્યક્રમ અંતર્ગત અંતરિક્ષમાં જનારા છે તે વકાશયાત્રીઓની તાલીમ ખૂબ જ ટૂંક સમયમાં પૂર્ણ થવા જઈ રહી છે. એટલે કે, થોડા દિવસો પછી આ તાલીમ પૂર્ણ કર્યા બાદ આ યાત્રીઓ ગગનયાનથી અંતરિક્ષ માટે રવાના થશે.
અંતરિક્ષ વિભાગના જણાવ્યામુજબ રશિયામાં આ તમામ અઁતરિક્ષયાત્રીઓની તાલીમ ચાલી રહી છે. આ ચારેય અંતરિકક્ષ યાત્રીઓએ રશિયામાં તાલીમ દરમિયાન પ્રારંભિક તબક્કાની તાલીમ પૂર્ણ કરી છે. પ્રારંભિક તબક્કામાં તમામ અવકાશમાં જનારા યાત્રીઓને અવકાશયાનમાં કેવી રીતે જીવંત રહેવું તે શીખવવામાં આવ્યું છે. રશિયામાં કાર્યરત આ ચાર અવકાશયાત્રીઓની તાલીમ લીધા બાદ તેઓને ગગનયાન દ્વારા અવકાશમાં મોકલવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, મિશન ગગનયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિશેષ પ્રોજેક્ટ્સમાંનું એક છે. આ પ્રોજેક્ટની કિંમત આશરે 10 હજાર કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા, ઇસરોના માનવ અવકાશ ઉડાન કેન્દ્ર દ્વારા આવનારા વર્ષ સુધીમાં અવકાશયાત્રીઓને મોકલવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે,જે ચાર લોકોની રશિયામાં તાલીમ પૂર્ણ થઈ છે તે આ જ મિશનનો જ એક ભાગ છે.
ગગનયાન ભારતનું માનવ સંચાલિત અવકાશયાન છે. મિશન ગગનયાન યોજના હેઠળ આવતા વર્ષે અવકાશયાત્રીઓ જે અવકાશમાં જશે ત્યા સાત દિવસ માટે પૃથ્વીની પરિક્રમા કરશે. ગગનયાન પૃથ્વીની સપાટીથી 400 કિલોમીટર ઉપર રહીને આખી પૃથ્વીનું પરિભ્રમણ કરશે. આ સમય દરમિયાન, મિશન ગગનયાન દ્વારાઅઁતરિક્ષની તમામ જગ્યાની જાણકારીઓ આ યાન દ્રારા એકત્રિત કરવામાં આવશે.
સાહિન-