- અમદાવાદમાં આગની જેમ ફેલાયો કોરોના
- સંક્રમણ દરમાં 2 ટકાનો વધારો
- 10 ટકાથી 22 ટકા પર પહોંચ્યો સંક્રમણ દર
અમદાવાદ – જ્યા દેશ ફરી એક વખત કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યો છે ત્યા દેશના કેટલાકા રાજ્યોમાં કોરોના ફેલાવાની ગહતિ પવનની જેમ વઘી છે,કોરોના સંક્રમણ દર વધતા જ દિવસેને દિવસે કેસની સંખ્યા બમણી જોવા મળી રહી છે,જો વાત કરવામાં આવે અમદાવાદ શહેરની તો અહી કોરોનાના કેસો માત્ર 5 થી 6 દિનસની અંદર જ બમણા વધ્યા છે.
જો વિતેલા દિવસની વાત કરીએ તો અમદાવાદમાં 10 હજારથી વધુ ટેસ્ટ કરાયા જેમાં 2 હજાર 311 કોરોના પોઝિટિવ કેસ નોઁધાયા. એ જોતાં અમદાવાદનો પોઝિટિવિટી રેટ 22 ટકા નોંધાયો છે. જેથી એમ કહી શકાય કે અમદાવાદમાં દર 4 ટેસ્ટમાંથી એકનો રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યો છે , જ્યાં બે દિવસ પહેલા સંક્રમણ દર 12 ટકા જોવાતો હતો જે હવે 22 ટકા જોવા મળે છે.
અમદાવાદ શહેરમાં 6 અને 7 જાન્યુઆરીના રોજ કરાયેલા કોરોના ટેસ્ટ અને નવા આવેલો કેસની સરખામણી કરવામાં આવી છે. 6 જાન્યુઆરીએ અમદાવાદ શહેર અને જિલ્લામાં 17 હજાર 133 ટેસ્ટ થયા જેમાંથી 1હજાર 862નો રિપોર્ટ પોઝિટિવ હતો, અર્થાત એમ કહેવું રહ્યું કે કુલ ટેસ્ટની સરખામણીએ પોઝિટિવિટી રેટ 10.87 હતો, જ્યારે 7 જાન્યુઆરીએ સકારાત્મકતા રદરમાં 12 ટકાનો વધારો નોંધાયો છે. જે હવે 22.25 ટકા પર પહોંચી ચૂક્યો છે,એટલે કે કોરોના હવે પવનની ગતિએ ફેલાઈ રહ્યો છે.