Site icon Revoi.in

જાપાનની 3 દિવસીય યાત્રાની પૂર્ણાહુતી પર પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું ‘ જાપાનની યાત્રા સાર્થક રહી અનેક મુદ્દાઓ પર થઈ વાતચીત’

Social Share

દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આજે જાપાનના પ્રવાસનો ત્રીજો દિવસ છે આ દરમિયાન તેમણે અનેક દેશ-વિદેશના નેતાઓ સાથે વાતચીત તરી અને મુલાકાત કરી છે ત્યારે પીએમ મોદીએ કહ્યું કે જાપરાનની મારી આ યાત્રા સાર્થક રહી છે અમે ઘણા મુદ્દાઓ પર વાતચીત પણ કરી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે જાપાનની 3 દિવસની મુલાકાત આજે પૂર્ણ થી છે ત્યારે પીએમ મોદીએ આ યાત્રા પૂર્ણ થતાં  ટ્વીટ કર્યું કે જાપાનની મુલાકાત અર્થપૂર્ણ અને ઉપયોગી નિવડી હતી. વિશ્વના નેતાઓ સાથે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. હવે ટૂંક સમયમાં હું પાપુઆ ન્યુ ગિની જવા રવાના થઈ રહ્યો છું.

ઉલ્લેખનીય છે કે જાપાનના  હિરોશિમામાં G7 સમિટનું નવમું સત્ર ચાલી રહ્યું છે. G7 જૂથના નેતાઓ 8 બિન-સદસ્ય દેશોના નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. સત્ર દરમિયાન, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી અને પીએમ નરેન્દ્ર મોદી ફરી મળ્યા.આ સાથે જ પીેમ મોદીે જાપાનના હિરોશિમામા શહીદગ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ પણ પાઠવી હતી આથી વિશેષ કે આ દરમિયાન પીએમ મોદીએ બ્રિટનના રાષ્ટ્રપતિ ઋષિ સુનક સાથે પણ ખાસ વાતચીત કરી હતી

અનેક નેતાઓ સાથેની મુલાકાત બાદ પીએમ મોદીએ ટ્વિટ કરીને જાપાનની યાત્રાને સાર્થક ગણાવી છે.પીએમ મોદી આજે જાપાનની મુલાકાત પૂર્ણ કર્યા બાદ પાપુઆ ન્યુ ગિનીના પ્રવાસે જશે. PM મોદીનું ત્યાં પહોંચવા પર પાપુઆ ન્યુ ગિનીના વડાપ્રધાન સ્વાગત કરશે. સામાન્ય રીતે, આ દેશમાં સૂર્યાસ્ત પછી જે પણ નેતા આવે છે તેનું ઔપચારિક સ્વાગત કરવામાં આવતું નથી, પરંતુ પીએમ મોદી માટે આ ખાસ ફેરફાર કરવામાં આવ્યો છે.