દરેક વ્યક્તિ શારીરિક રીતે સ્વસ્થ રહેવા માટે અવનવા પ્રયોગો કરતા હોઈ છે તો વળી કી જીમ જાય છે તો કોઆને યોગ પસંદ છે તો વળી કોઈ ડાઈટ કરીને સ્વસ્થ રહેવાના પ્રયત્નો કરતા હોય છે પરંતુ આ બધી વાતમાં આપણે પાયાની અને સૌથી જરૂરી વાતને ધ્યાનમાં લેતા જ નથી તો આજે તમને જણાવીશું હેલ્ધી રહેવા માટેની જરુરી વાત
શરીરને સ્વસ્થ રાખવા માટે પાણીને પાયાની જરૂરીયાત ગણવામાં આવે છે પરંતુ પાણી ક્યા સમયે પીવું જોઈએ, ક્યારે પીવું જોઈએ અને કેટલા પ્રમાણમાં પીવું જોઈએ જો એ વાત આપણે જાણી લઈશું તો ચોક્કસ શરિરને સ્વસ્થ રાખી શકીશું.
પૃથ્વી પર દરેક જીવ માટે પાણી ખુબ જ અનિવાર્ય છે આપણે સાંભળ્યું હશે કે દિવસમાં 8 થી 10 ગ્લાસ પાણી પીવાથી આપણું શરીર બરાબર કાર્યરત રહે છે પરંતું સાથે સાથે એ વાત પણ ચોક્કસ લાગુ પડે છે કે પાણી ક્યારે પીવું જોઈએ કારણ કે પાણી પીવાનો અનિશ્ચત સમય પણ સ્વાસ્થ્યને અસર કરે છે માટે યોગ્ય સમણે પાણી પીવું ખુબ જ જરૂરી છે
જ્યારે આપણે સુઈને જાગ્યે છે ત્યારે પાણી અવશ્ય પીવું જોઈએ .ઊંઘમાથી જાગીને પાણી પીવાથી શરીરના કીંટાણુંનો નાશ થાય છે,પાચંન શકિત મજબુત બને છે અને સાથે સાથે શરીરને હાઈટ્રેડેટ રાખવામાં પણ મદદ કર છે.
જ્યારે આપણે વર્કઆઉટ કરીયે છે તે પહેલા અને તે પછી પણ પાણી પીવું યોગ્ય છે કારણ કે વર્ક આઉટ વખતે શરીરમાં ઘણો પસીનો થાય છે જેના કારણે આપણું શરીર ડિહાઈડ્રેટેટ થઈ જાય છે જેથી પાણી પીવાથી એનર્જી મળી રહે છે અને શરીર તંદુરસ્ત બને છે.
જ્યારે આપણે જમીને ઊભા થઈએ છે ત્યારે પાણી ક્યારેય ન પીવું જોઈએ હંમેશા જમ્યા પછી અડધો કલાક રહીને પાણી પીવાથી પાણી ગુણ કરે છે સાથે સાથે આપણી પાચન શક્તિ મજબુત બને છે.
જ્યારે આપણે સ્નાન કરીયે છે તે પહેલા પાણી પીવું પણ ફાયદા કારક છે કારણ કે સ્નાન કરતા પહેલા પાણી પીવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.બ્લડ પ્રેશરના દર્દીઓ એ ખાસ સ્નાન કરતા પહેલા પાણી પીવું જ જોઈએ .સ્નાન કરતા પહેલા પાણી પીવાથી શરીરનું તાપમાન પણ જળવાઈ રહે છે આમ યોગ્ય સમયે પાણી પીવાથી શરીર તદુંરસ્ત રહે છે.