Site icon Revoi.in

અમેરિકાના મ્યુઝીયમમાં છુપાયેલું છે જ્ઞાનવાપીનું સત્ય

Social Share

નવી દિલ્હીઃ વારાણસી સ્થિત જ્ઞાનવાપી મસ્જિદમાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ એએસઆઈ સર્વે કરી રહ્યું છે, હિન્દુ પક્ષએ દાવો કર્યો હતો કે, મગલ શાસકોએ જ્ઞાનવાપી મંદિરને તોડીને મસ્જિદનું નિર્માણ કર્યું હતું. હિન્દુ પક્ષ દ્વારા જ્ઞાનવાપી પરિસરમાં પૂજાની માંગણી કોર્ટ સમક્ષ કરી હતી. હવે જ્ઞાનવાપીમાં મંદિર હોવાનો પુરાવો અમેરિકાથી મળ્યો છે. અમેરિકાના લોસ એન્જેલિસ સ્થિત ગેટ્ટી મ્યુઝીયમના ફોટોગ્રાફ વિભાગમાં જ્ઞાનવાપી મંદિરનો ફોટોગ્રાફ પ્રદર્શિત છે. મ્યુઝિયમમાં એક ચિત્ર પરિચયમાં લખ્યું છે કે, જ્ઞાનવાપી આર લેવ ઓફ નોલેજ, એટલે કે જ્ઞાનનો કુવો. આ તસ્વીરોમાં જ્ઞાનવાપીમાં મંદિર હોવાનો પુરાવો આપી રહી છે.

અમેરિકામાં પ્રદર્શિત તસ્વીરો બ્રિટિશ ફોટોગ્રાફ સૈમ્યુઅલ બાર્નએ વર્ષ 1868માં ખેંચી હતી. તે સમયે બનારસ યાત્રાએ ભારત ગયા હતા. આ તસ્વીર લગભગ 155 વર્ષ પહેલાના જ્ઞાનવાપીની સત્યતા દર્શાવે છે. આ તસ્વીરોમાં ત્રણ અલંકૃત નક્કાશીદાર સ્તંભ અગ્રભૂમિમાં જોવા મળે છે. અન્ય તસ્વીરમાં અકંલૃત રૂપમાં સજાયેલી મુર્તિ બે સ્તંભ વચ્ચે જોવા મળે છે. તસ્વીરમાં દેખાય છે કે, મૂર્તિની ઉપર એક ઘંટી લગાવેલી છે. તેમજ દિવાર ઉપર બજરંગબલીની પ્રતિમા જોવા મળે છે. આ તસ્વીરોમાં ઘંટીઓ અને હિન્દુ ધર્મના પ્રતિકો સ્પષ્ટ રુપમાં જોઈ શકાય છે. તસ્વીરોમાંથી બનાસરનો ઘાટ, આલમગીરી મસ્જિદ સહિત અનેક મંદિરો અને જ્ઞાનવાપીની અંદર તથા બહાર બિરાજમાન નંદીની જોવા મળે છે.

કાશી હિન્દુ વિશ્વવિદ્યાલયના પ્રોફેસર અશોક કુમાર સિંહએ જણાવ્યું હતું કે, સૈમ્યુઅલ બાર્નના ફોટોગ્રાફમાં જ્ઞાનવાપીની દિવારો ઉપર દેવી-દેવતાઓના ચિત્રો, હિન્દુ ધર્મના પ્રતિકો જોવા મળે છે. જેથી લાગે છે કે, એએસઆઈ સર્વેમાં જ્ઞાનવાપીની અંદર આજ પણ મંદિરના અનેક અવશેષ મળશે.