ગુરવારના રોજ બિહારના મુજફ્ફરપુરના શિવાઈપટ્ટી વિસાતારના શીતલપટ્ટી ગામમાં બાગમતી નદીમાં એક બાળકનું ડુબવાના કારણે મોત થયું હતું, બાળકનું નામ અર્જુન બતાવવામાં આવી રહ્યું છે , આ માસુમ બાળકના ફોટોએ સોશિયલ મિડિયામાં લોકોના દિલ હચમચાવી મુક્યા હતા
દુનિયાભરમાં માનવ પ્રકોપ સામે અત્યાર સુધી કોઈ જીતી શક્યું નથી ત્યારે બિહારની હાલત પણ કઈક એવીજ છે, અહિ એક નદીમાંથી એક બાળક મૃત હાલતમાં મળી આવ્યું હતું જેને જોતા સૌ કોઈનું દિલ હચમચી ગયું હતું.
જ્યારે આ 3 ડુબેલા બાળકમાંથી એક અર્જુન નામના 3 મહિનાના માસુમનો ફોટો મિડિયામાં વાયરલ થયો હતો જેમા એક ચોકાવનાર ખુલાસો થયો છે, આ બાબતમાં તપાસ કરતા પ્રશાસન કાર્યકરતાઓએ હતુ કે બાળકનું મોત પાણીમાં ડૂબવાથી નથી થયું .
મુજફ્ફરપુના ડીએમ આલોક રંજન ઘોષના કહેવા પ્રમાણે સ્થાનીક ગ્રામજનો અને આ ઘટનામાં બચી ગયેલી ચાત વર્ષની બાળકીના બયાન મુજબ 3 વર્ષના માસુમની મોત પુરના કારણે નહી પરંતુ એક અપરાધિક બાબતના કારણે થયું છે આ ઘટના 16 જુલાઈ 2019ના રોજ બની હતી.
શત્રુધ્ન રામની પત્ની રીનાદેવી ફોન પર વાત કરી રહી હતી તે સમય દરમિયાન બન્ને વચ્ચે ઝઘડો થતા રીનાદેવી આવેશમાં આવીને પોતાના ચાર બાળકો સહીત નદીમાં કુદી ગઈ હતી અને જીવનનો અંત લાવવાનો નિર્ણય લીધો હતો ,રીનાદેવીનો પતિ પંજાબમાં રહે છે અને ત્યા નોકરી કરે છે, ત્યારે ચાર બાળકો સહિત માતાએ નદીમાં પડતુ મુકતા તેમાંથી ત્રણ બાળકોના મોત થયા હતા.
આ ચાર બાળકોમાંથી સાત વર્ષની પુત્રી અને રીનાદેવીને બચાવી લેવાયા હતા ત્યારે બાકીના ત્રણ બાળકોના મોત થયા હતા, ડીએમ જણાવ્યું કે ઘટના બાગમતી નદીની જરુર છે પરંતુ આ પુરના કારણે મોત થયા નથી, આ એક સોચીસમજેલી ઘટના છે ,આ મામલામાં પોલીસે રીનાદેવીની અટકાયત પણ કરી છે જ્યારે તેના પતીનું કહેવું છે કે પત્ની રીના દેવીની દિમાગની હાલત કઈક ઠીક નથી તે માનસીક રીતે બિમાર છે ત્યારે પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.