Site icon Revoi.in

એશિયાનું સૌથી મોટૂ ટ્યૂલિપ ગાર્ડન પ્રવાસીઓનું આકર્ષણ બન્યું, અત્યાર સુધી 3.65 લાખ લોકોએ મુલાકાત લીધી

Social Share

દિલ્હીઃ- પીએમ મોદીના અથાગ પ્રયત્નથી જમ્મુ કાશ્મીર પ્રવાસનને વેગ મળ્યો છે કલમ 370 અસરહીન થયા બાદ અહી લાખો પ્રવાસીઓ આવી રહ્યા છે હવે લોકો અએહી આવતા ડરી રહ્યા નથી પીએમ મોદીના સાથ અને સહયોગથી અહી પ્રવાસનને વેગ મળ્યો છે.જમ્મુ કાશ્મીર સ્વર્ગ ગણાતો પ્રેદશ છે,

પહાડો, નદીઓ બરફ અને ઝરણાઓ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે ગાર્ડન પણ આવેલા છે શાક કરીનેશ્રીનગરમાં આવેલું ટ્યૂલિપ ફૂલોનું એશિયા ખંડમાં સૌથી મોટું ગાર્ડન છે વિખ્યાત એવા દાલ સરોવરના કાંઠે આવેલું ઈન્દિરા ગાંધી મેમોરિયલ ટ્યૂલિપ ગાર્ડન આ વર્ષથી પ્રવાસીઓ માટે મનમોહીલે તેવું છે.આ ગાર્ડનમાં 64 જાતના અવનવા અને રંગબેરંગી 15 લાખ ટ્યૂલિપ ફૂલ લગાવવામાં આવ્યા છે જે મનમોહક છે. આ ગાર્ડન 30 હેક્ટર જમીન પર પ્રસરાયેલું છે અહીના ફૂલો ગાર્ડનની ખાસિયતો છે. 

આ દિવસોમાં એશિયાનું સૌથી મોટું ટ્યૂલિપ ગાર્ડન પર્યટકોને ખૂબ આકર્ષણનું કેન્દ્ર બની  રહ્યું છે. શ્રીનગરમાં બગીચો ખુલ્યાને જ્યારે માત્ર 10 દિવસ થયા  ત્યારે જ પ્રવાસીઓનો ઘસારો શરુ થયો હતો.ટ્યૂલિપ ગાર્ડનમાં પ્રથમ સાત દિવસમાં રેકોર્ડ 1 લાખ પ્રવાસીઓ આવ્યા છે. ઉદ્ઘાટનના ત્રીજા દિવસે જ 35 હજારથી વધુ પ્રવાસીઓ આવ્યા હતા. ગયા વર્ષે આ પાર્કમાં રેકોર્ડ સંખ્યામાં 3.6 લાખ પ્રવાસીઓ પહોંચ્યા હતા.

આ સાથે જ છેલ્લા એક મહિના દરમિયાન 3.65 લાખ લોકોએ પાર્કની મુલાકાત લીધી છે. ટ્યૂલિપ ગાર્ડનના ફ્લોરિકલ્ચર ઓફિસર શૈક રસૂલે જણાવ્યું હતું કે દાલ લેકની નજીક આવેલા ટ્યૂલિપ ગાર્ડનની મુલાકાતે આવનારા પ્રવાસીઓની સંખ્યા મંગળવારે ગત વર્ષના 3.60 લાખના રેકોર્ડને વટાવી ગઈ છે. તેમાંથી, 7,902 સ્થાનિક, 116 વિદેશી અને 71 સ્થાનિક પ્રવાસીઓ સહિત 8,094 પ્રવાસીઓએ એક દિવસમાં પાર્કની મુલાકાત લીધી હતી, જે કુલ પ્રવાસીઓની સંખ્યા 3,65,624 પર પહોંચી ગઈ હતી.