Site icon Revoi.in

દિલ્હી વિધાનસભાનું 2 દિવસનું સત્ર આજે સવારે 11 વાગ્યાથી શરૂ થશે 

Social Share

દિલ્હી : રાજધાની દિલ્હી વિધાનસભાનું બે દિવસનું ચોમાસુ સત્ર સોમવાર એટલે કે આજથી શરૂ થવા જઈ રહ્યું છે. ચોમાસા સત્ર દરમિયાન દિલ્હીની આમ આદમી પાર્ટી (AAP) ધારાસભ્યોના પગારમાં વધારો કરવા માટે એક બિલ રજૂ કરવા જઈ રહી છે.વિધાનસભા દ્વારા જારી કરાયેલા અહેવાલ મુજબ, દિલ્હીની AAP સરકાર ત્રણેય સશસ્ત્ર દળોમાં સૈનિકોની ભરતી માટે કેન્દ્રની અગ્નિપથ યોજના વિરુદ્ધ પણ પ્રસ્તાવ લાવી શકે છે.

દિલ્હીમાં કોરોનાને કારણે વિધાનસભા સત્ર દરમિયાન તમામ ધારાસભ્યોએ માસ્ક પહેરવું જરૂરી છે.આ સાથે, તમામ ધારાસભ્યોએ સત્રમાં જોડાતા પહેલા કોવિડ રસીના બંને ડોઝ લેવાનું પ્રમાણપત્ર બતાવવાનું રહેશે અથવા કોરોનાનો નેગેટિવ રિપોર્ટ દર્શાવવો પડશે, જે 48 કલાકથી વધુ જૂનો ન હોવો જોઈએ.

ચોમાસુ સત્ર દરમિયાન, AAP સરકારના કાયદા, ન્યાય અને કાનૂની બાબતોના પ્રધાન કૈલાશ ગેહલોત, ધારાસભ્યો, સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર, વિપક્ષના નેતા અને મુખ્ય દંડકના પગારમાં વધારો કરવા માટેનું બિલ રજૂ કરશે.મળતી માહિતી મુજબ, દિલ્હીમાં હાલમાં એક ધારાસભ્યને પગાર અને ભથ્થાં તરીકે દર મહિને 54,000 રૂપિયા મળે છે, જે વધારીને 90,000 રૂપિયા કરવામાં આવે તેવી શક્યતા છે.

મળતી માહિતી મુજબ દિલ્હી સરકાર વિધાનસભા સત્ર દરમિયાન કેન્દ્રની અગ્નિપથ ડિફેન્સ રિક્રુટમેન્ટ સ્કીમ વિરુદ્ધ પ્રસ્તાવ રજૂ કરી શકે છે.શનિવારે પાર્ટીના કેટલાક સૂત્રોએ માહિતી આપી હતી કે,પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે ગુરુવારે વિવાદાસ્પદ યોજના વિરુદ્ધ ઠરાવ પસાર કર્યો હતો. તો તે જ સમયે, કેન્દ્ર સરકારે 14 જૂન, 2022 ના રોજ આ યોજનાની જાહેરાત કરી હતી, પરંતુ આ યોજનાને લઈને દેશના ઘણા ભાગોમાં ઉગ્ર વિરોધ થયો હતો.