- એક મહિલા અને બાળક ઈજાગ્રસ્ત
- અમેરિકા દૂતાવાસની સુરક્ષામાં કરાયો વધારો
દિલ્હીઃ ઈરાકની રાજધાની બગદાદમાં અમેરિકી દૂતાવાસને નિશાન બનાવીને રોકેટ હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. રોકેટ હુમલાની ઘટનામાં એક મહિલા અને બાળક ઈજાગ્રસ્ત થયાં હોવાનું જાણવા મળે છે. આ ઘટનાને પગલે અમેરિકી દુતાવાસ ઉપર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.
ઈરાકી સૈન્યના જણાવ્યા અનુસાર, ‘બગદાદમાં અમેરિકી દૂતાવાસ સામે રોકેટ હુમલામાં એક બાળક અને એક મહિલા ઘાયલ થયા છે. મોડી રાત્રે થયેલા હુમલામાં અમેરિકી દૂતાવાસ પર બે થી ત્રણ કટ્યુષા રોકેટ છોડવામાં આવ્યા હતા અને તેમાંથી ઓછામાં ઓછા બેને દૂતાવાસની રોકેટ સંરક્ષણ પ્રણાલીએ તોડી પાડ્યા હતા. આ મહિને દૂતાવાસને નિશાન બનાવતા અનેક હુમલા થયા છે, જેમાંથી કેટલાક અમેરિકાએ ઈરાન-સંબંધિત લશ્કરી જૂથો પર આરોપ મૂક્યો છે. આ હુમલાઓમાં અમેરિકી સૈન્ય અને રાજદ્વારી કર્મચારીઓને હોસ્ટ કરી રહેલા બેઝ અથવા ઈન્સ્ટોલેશનને નિશાન બનાવવામાં આવ્યા છે. પરંતુ તેમાં કોઈ અમેરિકામાં કોઈ જાનહાનિ થઈ નથી. તમને જણાવી દઈએ કે આ પહેલા 6 જાન્યુઆરીએ ઈરાક અને સીરિયામાં અમેરિકી સૈનિકોને નિશાન બનાવીને શ્રેણીબદ્ધ હુમલા કરવામાં આવ્યા હતા.