Site icon Revoi.in

કેન્દ્રીય કેબિનેટે ભારતીય અવકાશ નીતિ 2023ને મંજૂરી આપી

Social Share

દિલ્હીઃ- કેન્દ્રીય કેબિનેટે ભારતીય અવકાશ નીતિ 2023 ને મંજૂરી આપી  દીધી છે જેને મંજૂરી આપનાવો જેનો ઉદ્દેશ્ય દેશના અવકાશ વિભાગની ભૂમિકાને વેગ આપવા અને સંશોધન, શૈક્ષણિક, સ્ટાર્ટઅપ અને ઉદ્યોગને વધુ ભાગીદારી આપવાનો છે.

આ નીતિ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન અને ખાનગી ક્ષેત્રની સંસ્થાઓ જેવી સંસ્થાઓની ભૂમિકાઓ અને જવાબદારીઓને નિર્ધારિત કરે છે. વિજ્ઞાન અને ટેક્નોલોજી રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીની પહેલ પર ખાનગી ભાગીદારી માટે અવકાશ ક્ષેત્ર ખોલ્યાના ત્રણ વર્ષમાં ISROમાં સ્ટાર્ટઅપ્સની સંખ્યા 150 પર પહોંચી ગઈ છે.

 મંત્રીએ ગુરુવારે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં માહિતી આપી હતી કે હાલમાં ઉપગ્રહ-ઇન્સ્ટોલેશન અને ઑપરેશનના ક્ષેત્રમાં અવકાશ ક્ષેત્રમાં સરકારી માર્ગ દ્વારા જ 100 ટકા સુધી એફડીઆઈની મંજૂરી છે.

આ સહીત ઈન્ડિયન સ્પેસ એસોસિએશને સરકારના આ પગલાની પ્રશંસા કરતા તેને ‘ઐતિહાસિક ક્ષણ’ ગણાવી છે. ઇન્ડિયન સ્પેસ એસોસિએશનના ડિરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ એ.કે. ભટ્ટ કે જેઓ નિવૃત્ત છે તેમણે જણાવ્યું હતું કે, “તે અવકાશ સુધારણામાં ખૂબ જ જરૂરી સ્પષ્ટતા સાથે આગળનો માર્ગ મોકળો કરશે અને દેશ માટે અવકાશ અર્થતંત્રની તકો ચલાવવા માટે ખાનગી ઉદ્યોગની ભાગીદારીમાં વધારો કરશે.”અમે ઘણા સમયથી આની રાહ જોઈ રહ્યા હતા.ઉલ્લેખનીય છે કે  સ્પેસ પોલિસીની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી.