Site icon Revoi.in

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય એ વિદ્યાર્થીઓને આત્મહત્યા કરતા અટકાવવા માટે જારી કર્યો ડ્રાફ્ટ, શાળાોને આપ્યા આ દિશાનિર્દેશ

Social Share

દિલ્હીઃ દેશભરની શાળાઓમાં વિદ્યાર્થીો દ્રારા આત્મહત્યા કરવાના બનાવો સામે આવી રહ્યા એછ આવી સ્થિતિમાં હવે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે પણ ચિંતા વ્યક્ત કરી છે આ માટે હવે શાળાઓને એક ડ્રાફ્ટ મંત્રાલય દ્રારા જારી કરવામાં આવ્યો છે અને તેમાં દિશા નરિદેશ પણ આપવામાં આવ્યા છે.  કે

પ્રાપ્ત માહિતી પ્રમાણે વિદ્યાર્થીઓને આત્મહત્યા જેવા પગલા લેતા અટકાવવા માટે, કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે શાળાઓને જારી કરેલા તેના ડ્રાફ્ટ માર્ગદર્શિકામાં કહ્યું છે કે આરોગ્ય  ટીમની રચના સાથે, તે વિદ્યાર્થીઓ પર નજર રાખવાની પણ જરૂર પડશે જેઓ આત્મહત્યાના જોખમ ચિહ્નો દર્શાવે છે.

આ સહીત વિકલાંગ વિદ્યાર્થીઓને ઓળખીને મદદ કરવી જોઈએ. માર્ગદર્શિકા ઘડવા પાછળનો વિચાર એ છે કે ‘દરેક બાળક મહત્વ ધરાવે છે’.શાળાઓને જારી કરવામાં આવેલો આ ડ્રાફ્ટ શાળાઓને સંવેદનશીલતા અને સમજણ વધારવા અને સ્વ-નુકસાનના કેસોમાં સહાય પૂરી પાડવા માટે નિર્દેશ આપે છે.