દિલ્હી : સંયુકત કિસાન મોરચાએ 23 એપ્રિલથી દિલ્હીના જંતર-મંતર પર વિરોધ કરી રહેલી મહિલા કુસ્તીબાજોના સમર્થનમાં દેશવ્યાપી આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી છે. આ અંતર્ગત 11 થી 18 મે સુધી તમામ રાજ્યોની રાજધાનીઓ, જિલ્લા મુખ્યાલયો અને તહસીલ મુખ્યાલયો પર વિરોધ પ્રદર્શન કરીને રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ કરવામાં આવશે.
SKM નેતા દર્શન પાલે જણાવ્યું હતું કે અગાઉના કાર્યક્રમના ભાગરૂપે પંજાબ, હરિયાણા, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના વરિષ્ઠ SKM નેતાઓ, રવિવારે સેંકડો ખેડૂતો અને મહિલા ખેડૂતો જંતર-મંતર ખાતે વિરોધ સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે SKM પ્રતિનિધિમંડળ દિલ્હી પોલીસ કમિશનર, કેન્દ્રીય રમતગમત પ્રધાન અને કેન્દ્રીય ગૃહ પ્રધાનને મળીને બ્રિજભૂષણ શરણ સિંહની તાત્કાલિક ધરપકડની માંગ કરશે. 11 થી 18 મે દરમિયાન દેશવ્યાપી આંદોલન દરમિયાન મોદી સરકારના પૂતળા દહન કરવામાં આવશે.
કુસ્તીબાજોના સમર્થનમાં પંજાબની મહિલા ખેડૂતોના જૂથ રવિવારે જંતર-મંતર પહોંચ્યા હતા. તે જ સમયે, સયુંકત કિસાન મોરચા (SKM) એ મહિલા કુસ્તીબાજોના સમર્થનમાં દેશવ્યાપી આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી છે. આ અંતર્ગત 11 થી 18 મે સુધી તમામ રાજ્યોની રાજધાનીઓ, જિલ્લા મુખ્યાલયો અને તહસીલ મુખ્યાલયો પર વિરોધ પ્રદર્શન કરીને રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ કરવામાં આવશે.