Site icon Revoi.in

‘કોરોના સમાપ્ત થઈ ગયો આમ વિચારવું મોટી ભૂલ’-  શા માટે સંયુક્ત રાષ્ટ્ર એ મહામારીને લઈને આમ કહ્યું, જાણો

Social Share

દિલ્હીઃ- દેશભરમાં વિતેલા 2 વર્ષથી કોરોના મહામારી ચાલી રહી છે જેણે 60 લાખથી વધુ લોકોના જીવ લીધા છે. જો કે હવે કોરોનાની ત્રીજી લહેર નબળી પડી ચૂકી છે. આ મહામારીને બે વર્ષ પૂર્ણ કર્યા હોવાથી, યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે બુધવારે ચેતવણી આપી હતી કે કટોકટી સમાપ્ત થઈ ગઈ છે તેવું વિચારવું એ “મોટી ભૂલ” હશે. એ હકીકત અંગે ચિંતા વ્યક્ત કરી કે લગભગ ત્રણ અબજ લોકો હજુ પણ કોરોનાની રસીના પ્રથમ ડોઝની રાહ જોઈ રહ્યા છે.

ગુટેરેસે મહામારીના બે વર્ષ પૂરા થવા પર પોતાના સંદેશમાં કહ્યું, ‘બે વર્ષ પહેલા, વાયરસે વિશ્વભરના લોકોનું જીવન બદલી નાખ્યું હતું, વિશ્વના દરેક ખૂણામાં ઝડપથી સંક્રમણ ફેલાઈ ગયું હતું, અર્થતંત્ર, પરિવહન નેટવર્ક અને સપ્લાય ચેન અટકી ગઈ હતી.શાળાઓ પણ બંધ થી ગઈ હતી, લોકો તેમના પ્રિયજનોથી જીદા પડી ગયા છે અને લાખો લોકો ગરીબીની ભયાનકતામાં ફસાયેલા છે. ઘણા ભાગો આ મહામારીને નિયંત્રણમાં લાવી રહ્યા છે.

તેમણે કહ્યું, કે કોરોના મહામારી  સમાપ્ત થઈ ગઈ છે તેવું માનવું એક મોટી ભૂલ હશે.’ આ મહામારીમાં ઘણા લોકોના જીવ ગયા છે, અને અસંખ્ય લોકો બગડતા માનસિક સ્વાસ્થ્ય સામે લડી રહ્યા છે. યુએનના વડાએ કોરોનાની રસીના ‘અયોગ્ય રીતે અસમાન’ વિતરણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

વધુમાં જણાવ્યું કે રસી ઉત્પાદકો દર મહિને 1.5 અરબ ડોઝનું ઉત્પાદન કરી રહ્યા છે, પરંતુ ત્રણ અબજ લોકો હજુ પણ પ્રથમ ડોઝની રાહ જોઈ રહ્યા છે,”આ રીતે તેમણએ કોરોના સમાપ્ત થયો છે એમ માનવું મોટી ભલ હશે તે સમજાવ્યું હતુ અને કોરોનાની સ્થિતિ પર વિગતવાર ભાષણ આપ્યું હતું