નવી દિલ્હીઃ ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંયુક્ત રાષ્ટ્ર પરિષદની સુરક્ષા પરિષદે પ્રસ્તાવ પાસ કર્યો હતો. આ પ્રસ્તાવ વિના વિલંબે પસાર થઈ ગયો હતો. જો કે, અમેરિકાને બાદ કરતા તમામ 14 સભ્યોએ આ પ્રસ્તાવના પક્ષમાં મતદાન કર્યું હતું. તેમજ સંયુક્ત રાષ્ટ્ર પરિષદે તમામ બંધકોને બિન શરતી છોડવાની માંગણી કરી હતી. અમેરિકાએ વોટ ન આપ્યો તે બાબત ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે વધતું અંતર દર્શાવે છે.
યુએનમાં યુએસ એમ્બેસેડર લિન્ડા થોમસ ગ્રીનફિલ્ડે યુદ્ધવિરામ ઠરાવ પસાર કરવામાં વિલંબ માટે હમાસને જવાબદાર ઠેરવ્યું, અને જણાવ્યું હતું કે, મતભેદને કારણે યુએસએ મતદાનથી દૂર રહ્યું. તેમજ ગયા વર્ષે 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર થયેલા હુમલા બાદથી ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. રજૂ કરાયેલી આઠ દરખાસ્તોમાંથી અત્યાર સુધીમાં માત્ર બે જ પાસ થઈ છે. આ બંને દરખાસ્તો ગાઝા પટ્ટીને માનવતાવાદી સહાય પૂરી પાડવા સંબંધિત હતી.