- અમેરિકતામાં ફાઈઝર વેક્સિનને મંજુરી
- ઈમરજન્સી ઉપયોગ માટે વેક્સિનને મંજુરી અપાઈ
સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે વેક્સિનને લઈને અનેક સકારાત્મક બાબતો સામે આવી રહી છે,કેટલાક દેશોમાં કોરોનાની વેક્સિનને ઈમરજન્સીમાં ઉપયોગ કરવાની મંજુરી પણ મળી ચૂકી છે, ત્યારે વિશ્વની મહાસત્તા અમેરિકામાં કોરોના વાયરસના વધતા જતા વિનાશની વચ્ચે, દેશના ‘ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન’ એ ફાઈઝર બાયોએનટેક દ્વારા તૈયાર થયેલી કોરોના વેક્સિનનો ઈમકજન્સીમાં ઉપયોગ કરવા મંજૂરી આપી દીધી છે. રો
આ સમગ્ર બાબત અંગે રોઇટર્સે આ જાણકારી આપી છે. કોરોના મહામારીની સૌથી વધુ અસરગ્રસ્ત દેશોની યાદીમાં અમેરિકા જોવા મળે છે, જેને લઈને આ વેક્સિન માટે મંજુરી આપવી લોકો માટે રાહતના સમાચાર છે.
ઉલ્લખેનીય છે કે, અમેરકિકાની સરકારની એક સલાહકાર સમિતિએ કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે ફાઇઝર-બાયોએનટેક વેક્સિનની કટોકટી મંજૂરીની ભલામણ કરી હતી. વેક્સિન અને સંબંધિત બાયોલોજિકલ પ્રોડક્ટ્સ સલાહકાર સમિતિમાં યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની આઠ કલાકની બેઠકને બાદ જર્મનીમાં ફાઇઝર અને તેના ભાગીદાર બાયોએનટેક દ્વારા વિકસિત વેક્સિનના ઉપયોગને મંજૂરી આપવા માટે મત આપવામાં આવ્યો. તેમાં ફાઇઝર અને બાયોએનટેકક વેક્સિનની તરફેણમાં 17 મત હતા અને વિરોધમાં માત્ર ચાર અને એક સભ્ય ગેરહાજર હતો.
સાહિન-