Site icon Revoi.in

હવે અમેરિકાએ રશિયા પાસેથી તેલ,ગેસ અને ઊર્જાની આયાત પર પ્રતિબંધ મૂક્યો

Social Share

 

દિલ્હીઃ-  રશિયાએ યુ્કેરન સામે છેડેલા યુદ્ધનો આજે 14મો દિવસ છે ત્યારે પણ રશિયા સતત યુક્રેનમાં તબાહી મચાવી રહ્યું છે, ત્યારે વિશ્વના દેશઓ હવે રશિયાની ટિકા કરી રહ્યા છે અને રશિયા પર અનેક પ્રતિબંધો લાગૂ કરી રહ્યા છે.

ત્યારે હવે આજ શ્રેણીમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનની સરકારે રશિયા પાસેથી તેલ, ગેસ અને ઊર્જાની આયાત પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય લીધો છે. યુક્રેન પર હુમલો કર્યા બાદ પશ્ચિમી દેશોના સતત પ્રતિબંધોનો સામનો કરી રહેલા રશિયાની અર્થવ્યવસ્થાને અમેરિકાના આ નિર્ણયથી મોટો ફટકો પડવાની આશા છે.

ઉલ્લેખનીય છે કે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમિર ઝેલેન્સ્કીએ યુએસ અને અન્ય પશ્ચિમી દેશોને રશિયા પાસેથી આયાત બંધ કરવા વિનંતી કરી છે. માનવામાં આવી રહ્યું  છે કે અમેરિકાએ  યુક્રેનના રાષ્ટ્પપતિની આ માંગને ધ્યાનમાં રાખીને આ પગલું ભર્યું છે. 

આ સાથે જ બાઈડેને એમ પણ કહ્યું કે ઘણા દેશો હજી આ નિર્ણય લઈ શકતા નથી. તેમણે કહ્યું કે અમે આ પ્રતિબંધની સમજ સાથે આગળ વધી રહ્યા છીએ કે અમારા ઘણા યુરોપિયન સહયોગી અને ભાગીદારો અમારી સાથે જોડાવાની સ્થિતિમાં નહીં હોય. અમે ઇતિહાસમાં સૌથી કડક આર્થિક પ્રતિબંધો લાદી રહ્યા છીએ.

આ સાથે જ કહ્યું કે રિકન ગ્રાહકોએ પણ સ્વતંત્રતા બચાવવાની કિંમત ચૂકવવી પડશે. તેમણે કહ્યું કે, અમે આ નિર્ણય રશિયન પ્રમુખ પુતિન પર વધુ દબાણ લાવવા માટે લઈ રહ્યા છીએ, પરંતુ તેની અસર અમેરિકન ગ્રાહકો પર પણ પડશે.