Site icon Revoi.in

કોરોનાના નવા વેરિએન્ટને લઈને અમેરિકા પણ સતર્કઃ આ દેશોની યાત્રા પર લગાવ્યો પ્રતિબંધ

Social Share

 

દિલ્હીઃ-  દક્ષિણ આફ્રીકાના દેશોમાંથી મળે આવેલા કોરોનાના નવા વેરિએન્ટે સમગ્ર વિશ્વની ચિંતામાં વધારો કર્યો છે, ત્યારે અનેક દેશોએ આફ્રીકાના દેશો પર પ્રતિબંધ લાગૂ કર્યો છે,ત્યારે હવે વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકાએ પણ નવા વેરિએન્ટને લઈને સતર્કતા દાખવી છે.

મળતી માહિતી પ્રમાણે કોરોના વાયરસ B.1.1.529ના નવા પ્રકારને કારણે યુએસ સોમવારથી દક્ષિણ આફ્રિકા અને અન્ય સાત આફ્રિકન દેશોના બિન-યુએસ નાગરિકોની મુસાફરી પર પ્રતિબંધ મૂકવા જઈ રહ્યું છે.

આ બાબતને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને ટ્વિટ કરીને કહ્યું છે કે કે, “WHO એ દક્ષિણ આફ્રિકાથી ફેલાતા નવા કોવિડ પ્રકારની ઓળખ કરી છે. જ્યાં સુધી અમને વધુ માહિતી ન મળે ત્યાં સુધી સાવચેતીના ભાગરૂપે,  હું દક્ષિણ આફ્રિકા અને અન્ય સાત દેશોની હવાઈ મુસાફરી પર પ્રતિબંધનો આદેશ આપી રહ્યો છું.

ઉલ્લેખનીય છે  કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એ તમામ દેશોને આ અંગે ચેતવણી આપી છે. WHOના ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપ ઓન કોરોના એ શુક્રવારે તેની સમીક્ષા કર્યા બાદ જણાવ્યું હતું કે કોવિડ-19નો પ્રકાર અત્યંત સંક્રમિત છે હવે આ વાયરસનું નાબ પણ બદલવામાં આવ્યું છે અને ઓમેનિક્રોન કરવામાં આવ્યું છે.