Site icon Revoi.in

ગીર સોમનાથ પંથકમાં વાતાવરણ બદલાયું – ઠંડી હવા સાથે આખી રાત ઘીમી ધારે વરસાદ વરસ્યો  

Social Share

સમગ્ર દેશમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, વિતેલા દિવસે ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો. ત્યારે ગીર સોમનાથ જીલ્લામાં કાલ સાંજથી ઘીમી ઘારે વરસાદનું આગમન થયું હતું,

વિતેલી રાત દરમિયાન આશરે 1 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો, વાતાવરણમાં ઠંડક પસરી હતી, ભર શિયાળામાં સમયે વરસાદનું આગમન થતા ખેડૂતોના પાકને નુકશાન થવાની પુરે પુરી સંભાવનાઓ સેવાઈ રહી છે. ત્યારે આજે સવારે પણ વરસાદના છાટાઓ યથાવત જોવા મળ્યા છે.

ગીરસોમનાથ જીલ્લાના સોમનાથ. વેરાવળ, સુત્રાપાડા, કોડિનાર સહિતના અનેક પંથકમાં કાલે સાંજથી જ વાદળ છવાયું વાતાવરણ સર્જાયું હતું ત્યાર માદ રાતે 8 વાગ્યાથી ઘીમી ઘારે વરસાદ વરસવાનું શરુ થયુ હતું, સમગ્ર પંથકમાં આખી રાત ઘીમી ઘારે વરસાદ ચાલુ રહ્યો હતો જેને લઈને વાતાવરણમાં ખુબ જ ઠંડક પસરી જવા પામી છે. ઉલ્લેખનીય છે કે આમતો તો આખો વિસ્તાર દરિયાઈ પટ્ટીનો છે તો સામાન્ય દિવસોમાં પણ અહીનું વાતાવરણ ભેજ વાળું જોવા મળે છે ત્યારે ભર શિયાળામાં વરસાદનો માહોલ જામતા વાતાવરણ તદ્દન ઠંડુ બન્યું છે. અહીંના વિસ્તારોમાં આજે વહેલી સાવરથી વરસાદ છૂટોછવાયો જોવા મળ્યો છે.

સાહિન-