Site icon Revoi.in

અમેરીકા પાસે રાયફલ ખરીદીની વાતથી ચીનના પેટમાં પડી ફાળ– ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું

Social Share

ઘણા સમયથી ચીન અને ભારત વચ્ચે લદ્દાખ સીમા વિવાદ ચાલી રહ્યો છે,ચીન તરફથી અનેક વાતાઘઆટો બાદ પણ અવનવા કાવતર થતા હોય છે ત્યારે હવે ભારતની અમેરીકી રાયફલની ખરીદીને લઈને ચીન સરકારની શાંતિ ભંગ થઈ છે,ચીન સરકારે તેના સમાચાર પત્ર ગ્લોબલ ટાઈમ્સમાં લખ્યું છે કે, 2290 કરોડ રુપિયામાં અમેરીકા પાસે હથિયાર ખરિદીથી ભારત સીમા પર સૈનિકો નહી વધારી શકે.

સમાચાર પત્રમાં ચીનના નિષ્ણાંત એ લખ્યું છે કે, ભારતની અમેરીકા પાસેથી રાઇફલ ખરીદી યોજનાથી ચીન સાથેના સરહદી તણાવમાં ફાયદો નહી કરાવી શકે, 2,290 કરોડ રૂપિયામાં આ ભારતનો નવો સોદો છે. તાજેતરમાં જ ભારતે લશ્કરી અને રાજદ્વારી વાટાઘાટો દ્વારા વિવાદના સમાધાનની ફરીથી પહેલ કરીને કાર્યવાહી શરૂ કરી હતી.

ભારતીય મીડિયા ગૃહ ડેક્કન ક્રોનિકલે અધિકારીઓ પર નિશાન સાધતા સોમવારે સુચના આપી હકી કે, ભારતના સંરક્ષણ મંત્રાલયે ચીન અને પાકિસ્તાન સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. સરહદોની રક્ષા કરતા સૈનિકો માટે અમેરીકા પાસેથી 72,000 સિગ સોર એસોલ્ટ રાઇફલ્સની ખરીદીને મંજૂરી આપી છે. રિપોર્ટ અનુસાર, ભારતીય સેના વર્ષ 2017 થી રાઇફલ્સ, લાઇટ મશીનગન અને કાર્બાઇનની ખરીદી સાથે તેના જૂના અને ઈન્ફ્રેન્ટિ શસ્ત્રોની જગ્યા લઈ રહી છે.

નવા હથિયારોની ખરીદીને લઈને ચીનએ તેના સમાચાર પત્રમાં લખ્યું છે કે, રાયફલ ખરીદવાથી ભારતીય સૈન્યની કમજોર લડાકું તત્પરતા અને તેના સંરક્ષણ ઉદ્યોગના નીચા સ્તરે દર્શાવ્યું છે, જેનો પુરાવો ભારતના સ્થાનિક વિકસિત, ખામીયુક્ત INSAS રાઇફલ્સ દ્વારા આપવામાં આવે છે. જેનુ સ્થાન અમેરિકન હથિયારો દ્વારા બદલાઈ રહ્યું છે.

રશિયાની ન્યૂઝ એજન્સી સ્પુટનિકે સોમવારે કહ્યું હતું કે, “ભારતે રશિયા સાથે મળીને એકે -203 એસોલ્ટ રાઇફલ્સનું સંયુક્ત રીતે ઉત્પાદન કરવાનો નિર્ણય લીધો છે”. ચીની નિષ્ણાતે કહ્યું કે ભારત વિશ્વભરમાંથી ખરીદેલા શસ્ત્રોનો ઉપયોગ કરી રહ્યું છે, અને તેની ઘણી સુસંગતતા અને લોજિસ્ટિક સપોર્ટ સમસ્યાઓ છે, જે તેના સૈન્ય માટે ગંભીર  બોજો છે.

રાયફલ જેવી વ્યૂહાત્મક પાયદળ સૈન્યના હથિયારોની તૈનાતીથી ચીન અને ભારત વચ્ચે સત્તા સંતુલનમાં વધુ ફરક નહી પડે. ચીનના નિષ્ણાંતે કહ્યું કે આનાથી કેટલાક ભારતીયોને નુકસાન થશે.

ચીન એ ઓરોપ લગાવ્યો છે કે, ભારત વાતાઘાટા વચ્ચે પણ સતત હથિયારો માટેની ગતિવિધિઓનું સંચાલન કરતું નજરે ચડી રહ્યું છે,આમ હવે ચીનથી સહન નથી થઈ રહ્યું કે અમેરીકા પાસેથી ભારત હથિયાર ખરીદે, ચીનની શાંતિ હવે વખોળાઈ છે, ભારતની વધતી સેન્યની તાકાતથી ચીન હેરાન પરેશાન થઈ ચૂક્યું છે.

સાહીન-