નવી દિલ્હી: યુક્રેન ઉપર રશિયાએ આજે સતત 17માં દિવસે પણ હુમલા ચાલુ રાખ્યાં હતા. બીજી તરફ રશિયન સૈના રાજધાની કિવ ઉપર કબજો જમાવવા સતત આગળ વધી રહ્યું છે. દરમિયાન યુક્રેનના બ્રોવરી જિલ્લામાં બોમ્બમારામાં ખાદ્ય ગોડાઉનમાં આગ લાગી હતી. આમ યુક્રેનમાં ખાદ્યસંકટ ઉભુ કરીને રશિયા હથિયાર હેઠા મુકાવવા માંગતું હોવાનું લાગી રહ્યું છે.
રશિયાની કાર્યવાહીને પગલે યુક્રેનના રાષ્ટ્રપતિએ દુનિયાના અન્ય દેશો સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ પોતાને યુદ્ધમાં એકલા મુકી દીધાનો આક્ષેપ કર્યો હતો. બીજી તરફ અમેરિકા સહિતના દેશોએ રશિયા ઉપર આકરા પ્રતિબંધો લાધ્યાં છે. દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડેનએ જણાવ્યું હતું કે, રશિયા સાથે જોવાયેલી સરહદ લાતવિયા, એસ્ટોનિયા, લિથુઆનિયા અને રોમાનિયામાં 12 હજાર સૈનિકોને સ્થાનાંતરિત કરવાયા છે. તેમણે વધુમાં કહ્યું કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુદ્ધમાં વિજય નહીં મેળવી શકે.
બીજી તરફ નાટો રશિયા સીમા પાસે સૈનિકોનું પ્રશિક્ષણ શરૂ કરશે. યુક્રેન સંકટ વચ્ચે નાટોએ નોર્વેમાં રશિયાની સીમા પાસે સૈનિકોના પ્રશિક્ષણ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.