- યુપીમાં પરાળી બાળવાને લઈને સરકાર સખ્ત
- આપ્યા સખ્ત નિર્દેશ
લખનૌઃ- દેશની રાજધાની દિલ્હી અને ઉત્તરપ્રદેશ સહીત પંજાબ તથા હરિયાણામાં પરાળી બાળવાના કારણે હવામાં પ્રદુષમનું સ્તર વધતુ જતુ હોય છે,જો કે આ પ્રદુષમને અટકાવવા અનેક પ્રકારના પગલાઓ લેવાઈ રહ્યા છે ત્યારે હવે પરાળી સળગાવવાની ઘટના મામલે ઉત્તરપ્રદેશની યોગી સરકાર સખ્ત બની છે તેમણે પ્રદુષણને લઈને ચિંતા જતાવી છે.
પ્રાપ્ત વિગહત પ્રમાણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યમાં પરાળી સળગાવવાથી વધી રહેલા પ્રદૂષણની સમસ્યા પર ચિંતા વ્યક્ત કરતા વિભાગીય અધિકારીઓને કડક આદેશ આપ્યા છે. તેમણે કહ્યું કે, ખેડૂતોને પરાળી સળગાવવાથી થતા નુકસાન વિશે જાગૃત થવું જોઈએ. ખેતરમાં જ પાણી નાખીને અને યુરિયાનો છંટકાવ કરીને પાકનો નાશકરી શકાય છે.
કહેવામાં આવ્યું છે કે પૂર્વ ઉત્તર પ્રદેશમાં ડાંગર અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં શેરડીની કાપણી શરૂ થઈ ગઈ છે. આ જિલ્લાઓ પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. પુસા ડીકમ્પોઝરનું દરેક જિલ્લામાં ખેડૂતો દ્વારા તરત જ વિતરણ કરવું જોઈએ, જેથી પાકના અવશેષો ખેતરમાં જ વિઘટિત અને વ્યવસ્થાપન કરી શકાય.
આથી વિશેષ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સંવેદનશીલ ગામોમાં જિલ્લા કક્ષાના અધિકારીઓ માટે શિબિરો ગોઠવીને પરાળ સળગાવવાની ઘટનાઓ અટકાવવા પગલાં લેવા જોઈએ. વિવિધ વિભાગોના કર્મચારીઓને દરેક ગામોમાં આ માટે સમજાવા જાગૃતિ ફેલાવવા ફરજ પર મુકવા જોઈએ.