- ફ્રાન્સ, જાપાન સહીત અનેક દેશોના નાગરિકોને મળશે ફ્રી કોરોના વેક્સીન
- વિનામૂલ્યે આપવામાં આવશે કોરોનાની રસી
- જાપાનમાં સરકાર દ્વારા કરાયું બિલ પાસ
મુંબઈ: કોરોનાવાયરસની વેક્સિનની હવે લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા છે, કેટલાક દેશોમાં પીફાઈઝર અને તેની જર્મન પાર્ટનર કંપની દ્વારા બાયોએનટેક કંપનીની રસી આપવાની પણ શરૂઆત કરવામાં આવી છે. તો આવા સમયમાં કેટલાક દેશો એવા પણ છે કે જ્યાં કોરોનાવાયરસની વેક્સિન તેમના દેશોના નાગરિકોને ફ્રીમાં આપવામાં આવશે.
કોરોના મહામારી સામે જજુમી રહેલી દુનિયા વેક્સીનની રાહમાં છે સાથે અનેક કંપનીઓની વેક્સીન ટ્રાયલ અંતિમ તબક્કામાં છે. તો, બ્રિટનમાં ફાઈઝર વેક્સીનને લીલી ઝંડી મળી ગઈ છે. બ્રિટન પહેલો દેશ છે કે જેણે ફાઈઝર અને બાયોટેકની કોવિડ -19 વેક્સીનના ઉપયોગની મંજૂરી આપી દીધી છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા મુજબ, હાલમાં 100 થી વધુ સંભવિત વેક્સીન પર કામ ચાલી રહ્યું છે. કોરોના મહામારીથી બચવા માટે કેટલાક દેશોએ તેમના નાગરિકોને નિ:શુલ્ક કોરોના વેક્સીન આપવાનું વચન આપ્યું છે. તો ચાલો જાણીએ ક્યા એવા દેશો છે કે જેમણે વિનામૂલ્યે રસીકરણ મેળવવાનો નિર્ણય લીધો છે.
ફ્રાન્સ
ફ્રાંસના વડાપ્રધાન જીન કાસ્ટેક્સે ગયા ગુરુવારે કહ્યું હતું કે, થોડા અઠવાડિયામાં દેશમાં કોવિડ -19 રસીકરણનું કામ શરૂ થઇ જશે. તેમણે કહ્યું હતું કે, દેશના તમામ નાગરિકોને કોરોના વેક્સીન વિનામૂલ્યે મળી રહેશે. જો કે, રસીકરણ કાર્ય ત્રણ તબક્કામાં પૂર્ણ થઇ જશે.
જાપાન
જાપાન સરકારે તેના નાગરિકોને વિનામૂલ્યે કોરોના વેક્સીન આપવાનું બિલ પસાર કર્યું છે. આ બિલમાં સરકારે કહ્યું છે કે, તમામ નાગરિકોને નિ:શુલ્ક કોરોના વાયરસની વેક્સીન આપવામાં આવશે. આ મુજબ જાપાનની લગભગ 120 કરોડ વસ્તીને કોરોના વેક્સીન વિનામૂલ્યે મળી રહેશે.
અમેરિકા
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિજેતા બનેલા જો બાઈડને થોડા દિવસો પહેલા કહ્યું હતું કે, તે બધા અમેરિકન નાગરિકોને વિનામૂલ્યે રસીકરણ સુનિશ્ચિત કરશે. અમેરિકામાં તેઓને વિનામૂલ્યે વેક્સીન પણ મળશે,જેમાં સ્વાસ્થ્ય વીમો નથી. અમેરિકામાં કોરોનાના કુલ કેસ 14.3 મિલિયન છે,જ્યારે અત્યાર સુધીમાં 2,78,000 થી વધુ લોકોને સંક્રમણને કારણે મોત નિપજ્યા છે.
નોર્વે
ઉત્તર યુરોપમાં પણ સ્થાયી થયેલા નોર્વેએ તેના નાગરિકોને કોરોના વેક્સીન વિનામૂલ્યે આપવાની જાહેરાત કરી છે. નોર્વેની સરકારે ઓક્ટોબરમાં કહ્યું હતું કે, જ્યારે કોરોના વેક્સીન ઉપલબ્ધ થશે, ત્યારે તે દેશના તમામ નાગરિકોને વિનામૂલ્યે ઉપલબ્ધ કરવામાં આવશે. નેશનલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામમાં પણ તેનો સમાવેશ કરવામાં આવશે.
પાકિસ્તાન
પાકિસ્તાન સરકાર તેના નાગરિકોને કોરોના વાયરસની વેક્સીન વિનામૂલ્યે આપશે. આ માટે તે એક અભિયાન ચલાવવાની તૈયારી કરી રહી છે,જે આવતા વર્ષે એપ્રિલમાં શરૂ થઈ શકે છે. આ માહિતી અધિકારીઓએ આપી હતી.
_Devanshi