Site icon Revoi.in

પૂરમાંથી બહાર આવવા અને પુનઃનિર્માણમાં મદદ કરવા અમેરિકાએ પાકિસ્તાનને 10 કરોડ ડોલરની મદદની જાહેરાત કરી

Social Share

દિલ્હીઃ- વિતેલા વર્ષ દરમિયાન પાડોશી દેશ પાકિસ્તાનમાં પુરના કારણે વિનાશ સર્જાયો હતો જેની અસર હાલ પમ જોવા મળી રહી છે મોંધવારી અને અનાજદની અછત વર્તાઈ રહી છે ત્યારે પાકિસ્તાનને ફરીથી ઊભુ થવા માટે હવે અમેરિકા ટેકો આપશે, વિગત પ્રમાણેયુનાઇટેડ સ્ટેટ્સે ગયા વર્ષે વિનાશક પૂર પછી તેના પુનઃપ્રાપ્તિ પ્રયાસોને સમર્થન આપવા માટે પાકિસ્તાન માટે વધારાના USD 100 મિલિયનની જાહેરાત કરી છે, જે કુલ ફાળો USD 200 મિલિયનમાં લઈ જશે, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના પ્રવક્તા નેડ પ્રાઈસે જણાવ્યું હતું.

વિતેલા દિવસને 9 તારીખ સોમવારના  રોજ, ડૉને અહેવાલ આપ્યો હતો કે ‘ક્લાઈમેટ રેઝિલિએન્ટ પાકિસ્તાન’ પરની આંતરરાષ્ટ્રીય પરિષદમાં વિનાશક પૂરમાંથી બહાર આવવા માટે પાકિસ્તાનને નવ અબજ ડોલરથી વધુની સહાય મળી છે.

વિતેલા દિવસને સોમવારના રોજ એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા નેડ પ્રાઈસે જણાવ્યું હતું કે નવા ભંડોળનો ઉપયોગ પૂર સંરક્ષણ અને રોગ નિયંત્રણ માટે કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ નાણાકીય સહાયમાં દેખરેખ, આર્થિક વિકાસ, સ્વચ્છ ઉર્જા, ક્લાઈમેટ-સ્માર્ટ એગ્રીકલ્ચર, ખાદ્ય સુરક્ષા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પુનઃનિર્માણનો સમાવેશ થાય છે. નેડ પ્રાઈસે કહ્યું, “મને એ જાણ કરતાં આનંદ થાય છે કે આજે યુનાઈટેડ સ્ટેટ્સે પુનઃપ્રાપ્તિ અને પુનઃનિર્માણ માટે વધારાના $100 મિલિયનની જાહેરાત કરી છે, જેનાથી અમારું કુલ યોગદાન $200 મિલિયનથી વધુ થઈ ગયું છે.”