દિલ્હીઃ-આઈએસનો પ્રમુખ આતંકવાદી અમેરિકા દ્રારા થયેલા ડ્રોન હુમલામાં મોતને ઘાટ ઉતર્યો હોવાની માહિતી અમેરિકી સેના દ્રારા જારી કરવામાં આવી છે. જાણકારી અનુસાર પૂર્વ સીરિયામાં અમેરિકી સૈન્યના ડ્રોન હુમલામાં ISISનો એક આતંકવાદી માર્યો ગયો હતો તેમ જણાવાયું છે.
યુએસ સેન્ટ્રલ કમાન્ડે વિતેલા દિવસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ કરવામાં આવેલી સ્ટ્રાઈકમાં કોઈ નાગરિક જાનહાનિના કોઈ સંકેત નથી. સેના એ તપાસ કરી રહી છે કે કોઈ નાગરિક ઘાયલ થયો છે કે કેમ. યુએસ અધિકારીઓએ શુક્રવારે સતત ત્રીજા દિવસે ફરિયાદ કરી હતી કે રશિયન ફાઇટર જેટ તેના ડ્રોનને હેરાન કરી રહ્યા છે
આ બાબતને લઈને યુએસ સેન્ટ્રલ કમાન્ડે વિતેલા દિવસને રવિવારે કહ્યું કે તેણે 7 જુલાઈએ ડ્રોન હુમલો કર્યો હતો જેમાં પ્રમુખ આતંકીનુ મોત થયું હતું અમેરિકા દ્રારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ હુમલામાં MQ-9 ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે જ દિવસે રશિયન વિમાનોએ ડ્રોનનો પીછો કર્યો હતો. સીરિયામાં યુએસ સેન્ટ્રલ કમાન્ડના હુમલામાં પૂર્વ સીરિયામાં ISISના નેતા ઉસામા અલ-મુહાજિર માર્યો ગયો હતો,
જો કે અમેરિકાએ વધુમાં એમ પણ કહ્યું છે કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે અમેરિકી સેનાએ કેવી રીતે પુષ્ટિ કરી છે કે માર્યો ગયેલો વ્યક્તિ અલ-મુહાજિર છે. આ સહીત અન્ય કોઈ માહિતી અપાઈ નથઈ બસ તેનું મોત થયું એટલું જ કહેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે વોશિંગ્ટને પાછલા વર્ષમાં સીરિયામાં શંકાસ્પદ ISIS આતંકવાદીઓ સામે દરોડા અને કાર્યવાહી સતત કરી રહી છે,વર્ષ 2019 માં જૂથે સીરિયામાં છેલ્લો પ્રદેશ છોડી દીધો તે પછી તેના ઘણા નેતાઓને તુર્કી સમર્થિત બળવાખોર-અધિકૃત વિસ્તારોમાં મૂક્યા અને ધરપકડ કરાઈ હતી હાલ પણ એમિરાક દ્રારા સતત કાર્યવાહી કરાઈ રહી છે.