દિલ્હીઃ-દેશ વિદેશની બેંકો દ્રારા અનેક વખત વ્યાજદરોમાં વુદ્ધી કરવામાં આવતી હોય છે ત્યારે હવે યુનાઇટેડ સ્ટેટ્સ ફેડરલ રિઝર્વે પણ પોતાના બેન્ચમાર્ક વ્યાજદરોને વધાર્યા છે. યુનાઇટેડ સ્ટેટ્સ ફેડરલ રિઝર્વે ત્યાના સ્થાનિક સમય પ્રમાણે એટલે કે બુધવારે તેમના બેન્ચમાર્ક વ્યાજ દરમાં 25 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો, જો કે આ વધારે છેલ્લા 22 વર્ષમાં સૌથી વધુ નોધાયો છે. બેન્ચમાર્ક ફેડરલ ફંડ રેટ હવે 5.25 ટકાથી 5.5 ટકા સુધીનો છે, જે 2001 પછી સૌથી વધુ ગણાઈ રહ્યો છે.
આ વધારો કે જે ઘરો, કાર અને અન્ય સામાન માટે લોનની કિંમતમાં વધારો થતાં આર્થિક પ્રવૃત્તિને વધુ મર્યાદિત કરે છે.ફોક્સ બિઝનેસના રિપોર્ટ પ્રમાણે માર્ચ 2022માં ફેડ દ્વારા ફુગાવાની લડત શરૂ થઈ ત્યારથી આ 11મો દર વધારો છે અને વસંતથી ત્રણ પ્રાદેશિક બેન્કોની નિષ્ફળતાને પગલે અર્થવ્યવસ્થાની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે મધ્યસ્થ બેન્કે ‘વિરામના એક મહિના પછી જ આવ્યો છે.
ફેડરલ રિઝર્વના વડા જેરોમ પોવેલે આ અંગે બુધવારે બે દિવસની બેઠકના અંત પછી જણાવ્યું હતું કે યુએસ ફેડરલ રિઝર્વ જ્યાં સુધી યુએસમાં ફુગાવાનો દર તેના પૂર્વનિર્ધારિત લક્ષ્ય 2 ટકાની અંદર ન આવે ત્યાં સુધી વ્યાજદરમાં વધારો કરવાનું ચાલુ જ રાખશે.
ઉલ્લેખનીય છે કે ગયા મહિને યુએસ ફેડરલ રિઝર્વની મોનેટરી પોલિસી કમિટીએ મુખ્ય વ્યાજ દર પર રોક લગાવી દીધી હતી. પોલિસી રેટ 5.0-5.25 ટકા પર જાળવી રાખવામાં આવ્યો છે, જે કોવિડ-19 ફાટી નીકળ્યા પછી શૂન્યની નજીક હતો.ત્યારે હવે તે 22 વર્ષમાં સૌથી વધુ નોધાયો છેજે હવે 5.25 ટકાથી 5.5 ટકા સુધીનો છે.