ભારતીય નૌસેનાની તાકાત વધીઃ અમેરિકાએ બે MH-60 આર મલ્ટી રોલ હેલિકોપ્ટર્સ ભારતનો સોંપ્યા
દિલ્હીઃ ભારત-અમેરિકા રક્ષા ભાગીદારી વધારે મજબુત કરવાનો અન્ય એક સંકેત આપતા અમેરિકી નૌસેનાએ પહેલા બે એમએચ-60 આર મલ્ટી રોલ હેલિકોપ્ટર્સ ભારતીય નૌસેનાને સોંપ્યાં છે. જેથી ભારતીય નૌસેનાની તાકાતમાં વધારો થશે. ભારતીય નૌસેના અમેરિકી સરકાર પાસે વિદેશી સૈન્ય વેચાણ હેઠળ લોકહીડ માર્ટિન દ્વારા નિર્મિત આ 24 હેલિકોપ્ટર ખરીદી કરી છે. જેની અંદાજ કિંમત 2.4 અરબ ડોલર છે.
એમએચ-60 આર હેલિકોપ્ટર તમામ સિઝનમાં કામ કરી શકે છે. જેમાં વિમાનની આધુનિક ટેકનોલોજી સાથે કેટલાક મશિનોને સહયોગ આપવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. આ એમઆરએચ સામેલ થતા ભારતીય નૌસેના ક્ષમતા વધશે. હેલિકોપ્ટરને કેટલાક ઉપકરણ અને હથિયારો સાથે જોડવામાં આવશે.ભારતીય ચાલક દળની પ્રથમ બેચ અત્યારે અમેરિકામાં પ્રશિક્ષણ લઈ રહ્યાં છે.
🇮🇳🇺🇸 Partnership Flying High! pic.twitter.com/XPiGvX8mPY
— Taranjit Singh Sandhu (@SandhuTaranjitS) July 16, 2021
અમેરિકામાં ભારતના રાજદૂત તરણજીત સિંહ સંધૂએ જણાવ્યું હતું કે, તમામ સિઝનમાં કામ કરનારા મલ્ટી રોલ હેલિકોપ્ટર સામેલ થવા ભારત-અમેરિકા દ્રીપક્ષીય રક્ષા સંબંધોમાં મહત્વપૂર્ણ પગલું છે. તેમણે ટ્વીટ કર્યું કે, ભારત-અમેરિકાની દોસ્તી નવી ઉંચાઈ સર કરી રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દ્રીપક્ષીય રક્ષા વ્યાપાર છેલ્લા કેટલાક વર્ષોમાં 20 અરબ ડોલરથી વધારેનો થયો છે. રક્ષા વ્યાપાર ઉપરાંત ભારત અને અમેરિકા રક્ષા મંચોના સહ-વિકાસ પર પણ સાથે મળીને કામ કરતા રહીશું.