Site icon Revoi.in

કોરોનાને લઈને અમેરિકામાં નવી ગાઈડલાઈન જાહેર

Social Share

દિલ્લી: અમેરિકા અને ભારત એ કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. અમેરિકામાં કોરોનાવાયરસના કેસ સૌથી વધારે નોંધાયા છે અને આ યાદીમાં ભારત બીજા નંબર પર છે. કોરોનાના સંક્રમણને લઈને અમેરિકામાં નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.

અમેરિકામાં નવી ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાવાયરસ હવામાં 6 ફૂટ સુધી જઈ શકે તેમ છે, મતલબ કે બે હાથનું અંતર રાખવુ તે પુરતુ નથી. હવેથી વધારે અંતર રાખીને તમામ લોકોએ રહેવુ પડશે. નવી ગાઈડલાઈનમાં અન્ય વાતો વિશે પણ કહેવામાં આવ્યું છે કે દરેક વ્યક્તિએ હવેથી વધારે સતર્કતા રાખીને જીવવુ પડશે.

જ્યારે શ્વાસ શ્વાસ બહાર આવે છે ત્યારે વાયરસ પણ પ્રવાહી ટીપાંના સ્વરૂપમાં બહાર આવે છે. 1-9 ટીપાં વાયરસને સંક્રમિત કરે છે અને ચેપ પ્રસારિત કરે છે. તે આ અભ્યાસમાં જણાવવામાં આવ્યું હતું કે પણ નાના ટીપું તેમજ એરોસોલ કણો બને છે જ્યારે આ દંડ ટીપું ઝડપથી સૂકાય છે.

આ વાયરસથી બચવા માટેનો ઉપાય એ છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિથી તમે 6 ફૂટ કરતા વધારે અંતર રાખીને સતર્ક રહેશો. હવે વાયરસથી બચવા માટે લોકોએ વધારે અંતર રાખવુ પડશે.