Site icon Revoi.in

અમેરિકાએ વેક્સિન માટે ભારત મોકલ્યુ રૉ-મટીરીયલ, બે કરોડ ડોઝ બનાવી શકાશે

Social Share

દિલ્લી: ભારતમાં વેક્સિનનું ઉત્પાદન વધારી શકાય તે માટે બાઈડન સરકાર દ્વારા ભારતને રો-મટીરીયલ મોકલવામાં આવ્યું છે. આ બાબતે અમેરિકાએ કહ્યું છે કે તેમણે ભારતને એટલો કાચો માલ મોકલી દીધો છે કે તેનાથી ભારતમાં કોવિશીલ્ડ વેક્સિનના 2 કરોડ ડોઝનું ઉત્પાદન થઈ શકશે. અમેરિકાની સરકારે ગત સપ્તાહે કોવિડ-19 વેક્સિન માટે કાચો માલ મોકલ્યો હતો.

ઉલ્લેખનીય વાત એ છે કે અમેરિકાની મેડિકલ સહાયના છઠ્ઠા પુરવઠા તરીકે આ કાચો માલ પહોંચાડવામાં આવ્યો છે. અમેરિકાના બાઈડન પ્રશાસને બુધવારે આપેલા નિવેદન પ્રમાણે ચાલુ સપ્તાહ દરમિયાન તેમણે જેટલો કાચો માલ મોકલ્યો છે તેનાથી ભારતમાં કોવિશીલ્ડના 2 કરોડ ડોઝ તૈયાર થઈ શકે છે.

કોરોનાવાયરસની મહામારી સામેની લડાઈમાં ભારતના બજારમાં રેમડેસિવીરના ઈંજેક્શનની પણ માગ ખુબ વધી છે. આ સમયમાં અમેરિકા દ્વારા ભારતને રેમડેસિવિરના ઈંજેક્શનની 81,000થી વધારે શીશીઓ પણ મોકલી છે.

ભારતમાં કોરોનાવાયરસ વધી રહ્યો છે ત્યારે યુરોપિયન યુનિયન પણ આગળ આવીને ભારતને મદદ કરી રહ્યું છે. યુરોપિય સંઘે ભારતને 22 લાખ યુરો એટલે કે આશરે 19 કરોડ રૂપિયાનું ઈમરજન્સી ફન્ડિંગ કરવાની જાહેરાત કરી છે. આમાં 27 દેશોના યુરોપિય સંઘના કહેવા પ્રમાણે યુરોપિય આયોગ દ્વારા જે ફંડની જાહેરાત કરવામાં આવી છે તે યુરોપિય સંઘના દેશો દ્વારા અલગ-અલગ જે મદદ કરવામાં આવી રહી છે તેનાથી અલગ છે.