- યુએના વિદેશમંત્રીએ એસ જયશંકર સાથે કરી ફોન પર વાત
- યુક્રેન યુદ્ધ અને આતંકવાદ મુદ્દે કરી ચર્ચા
દિલ્હીઃ- યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટોની બ્લિંકને તેમના ભારતીય સમકક્ષ એસ જયશંકરને ફોન પર વાતચીત કરી હતી આ દરમિયાન બન્ને દેશના નેતાઓ વચ્ચે યુક્રેન યુદ્ધ, આતંકવાદ સામેની લડાઈ અને અન્ય પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે વિતેલા દિવસના રોજ શનિવારે બન્ને નેતાઓએ ફોન પર વાત કરી હતી આ સાથે જ જયશંકરે બ્લિંકનનો આતંકવાદ સામેના તેમના “મજબૂત અને સ્પષ્ટ સંદેશ” તેમજના મુંબઈ હુમલા માટે જવાબદારોને જવાબદાર ઠેરવવા માટેના તેમના આહ્વાન માટે ખૂબ આભાર પણ વ્યક્ત કર્યો હતો.
આ સાથે જ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઈસે વિતેલા દિવસે શનિવારે બંને નેતાઓ વચ્ચેની વાતચીત માહિતી આપતા જણાવ્યું છે કે “બ્લિંકન અને જયશંકરે આતંકવાદ વિરોધી સહયોગ અને યુક્રેન વિરુદ્ધ રશિયાના સતત આક્રમણ સહિત પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી છે.
ઉલ્લેખનીય છે કે શુક્રવારના રોજ મુંબઈમાં યુએન સિક્યુરિટી કાઉન્સિલની કાઉન્ટર-ટેરરિઝમ કમિટીના અનૌપચારિક સત્રને સંબોધતા બ્લિંકને કહ્યું હતું કે મુંબઈ હુમલાના ગુનેગારોને સજા ન આપવાથી ખોટો સંદેશ પહોંચી રહ્યો આ સાથે જ બ્લિંકને જણાવ્યું હતું કે, “મુંબઈ હુમલાના ગુનેગારો, જેમાં તેમના માસ્ટરમાઈન્ડનો પણ સમાવેશ થાય છે, તેમને ન્યાય અપાવવાની અમારી જવાબદારી છે.”