જ્યારે પણ કંઈક હળવો ખોરાક ખાવાનું મન થાય એટલે આપણે કઠોળ તરફ આગળ આવીએ છીએ. જેમાં ખથાસ કરીને દાળનું સેવન આપણા શરીરને તંદુરસ્ત બનાવે છે, આજે આપણે અળદની દાળની વાત કરીશું. અળદની દાળ આપણા ખોરાકમાં સામેલ કરવાથી કેટલાક ફાયદાઓ થાય છે.
અળદની દાળને ખાવા સિવાય પણ કેટલાક ઉપયોગમાં લઈ શકાય છે, ખાસ કરીને ચહેરાને લગતી સમસ્યામાં અળદની દાળ ખૂબ ફાયદા કારક છે,અળદની દાળને પલાળીને વાટીને ચહેરા પર લેપ લગાવવાથી સફેદ ડાધા દૂર થાય છે.
શરીર દૂબળું-પાતળું રહેતું હોય તેમણે અડદનો ઉપયોગ કરવો જોઈએ. અડદના આ માંસવર્ધક પૌષ્ટિક ગુણને લીધે શિયાળામાં અડદિયો પાક ખાવામાં આવે છે. કઠોળમાં અડદ જ એક એવા છે કે જેમાં સૌથી વધારે પ્રોટીન છે. અડદ સૌથી વધારે પૌષ્ટિક છે. ધાવણ વધારનાર અને વાયુના રોગો મટાડનાર છે.
અડદ અને દાળ એક અત્યંત બળવર્ધક અને બધી દાળોમાં સૌથી વધુ પૌષ્ટિક પણ છે. અડદની છોતરાવાળી દાળ વધુ પૌષ્ટિક હોય છે. આયુર્વેદની દ્રષ્ટિએ પણ અડદની દાળને ગુણકારી માનવામાં આવી છે. કાળા અડદની દાળ થોડીક માત્રામાં ખાવાથી પાચનશક્તિ પણ સુધરે છે.
અડદ વાયુથી થતી વિકૃતિઓનો નાશ કરે છે. અડદિયો અથવા ફેસ્યલ પેરાલિસીસમાં અડદ ઉત્તમ પરિણામ આપે છે. આ ઉપરાંત હાથપગનો કંપ, સંધિવા, લકવા વગેરેથી વિકૃતિઓમાં વાતજન્ય કારણો જ્ઞાનતંતુઓની ક્રિયાશીલતાને અટકાવે છે.
સાહિન-