કોરોના મહામારીએ રોકડના ઉપયોગમાં 17 ટકા સુધી વધારો કર્યોઃ દેશ સહીત વિદેશમાં પણ તેની અસર જોવા મળી
- કોરોના મહામારીએ કેશનો ઉપયોગ વધાર્યો
- 17 ટકા સુધી લોકો કેશ વાપરતા થયા
- ભારત સહીત અમેરિકામાં પણ આ સ્થિતિ જોવા મળી
દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં વિતેલા વર્ષથી જ કોરોના મહામારી વર્તાી રહી હતી, જેને લઈને ઘણી બધી પ્રક્રિયાઓ પર તેની અસર પણ જોવા મળી હતી, ત્યારે કોવિડ મહામારી અનિશ્ચિતતાઓએ ફરી એકવાર રોકડનો ઉપયોગ વધાર્યો છે. આ વખતે તેની અસર માત્ર ભારત પર જ નહીં પરંતુ અમેરિકા સહિત વિશ્વની અર્થવ્યવસ્થાઓ પર જોવા મળી છે.
નવેમ્બર 2016માં મોદી સરકારે નોટબંધી બાદ ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવાની વાત કરવામાં આવી હતી. જો કે, રિઝર્વ બેન્કના તાજેતરના આંકડા દર્શાવે છે કે 4 નવેમ્બર, 2016ના રોજ, ચલણમાં કુલ રોકડ રૂ.17.74 લાખ કરોડ હતી, જ્યારે 29 ઓક્ટોબર, 2021ના રોજ તે વધીને રૂ.29.17 લાખ કરોડ થઈ હતી. નોટબંધી બાદ નકલી નોટોની સંખ્યામાં 1.1 લાખનો ઘટાડો થયો તે વાત પણ નકારી શકાય નહી
આ સમગ્ર બાબતને લઈને સરકારી સૂત્રો પાસેથી મળી માહિતી પ્રમાણે નોટબંધી પછી ડિજિટલ પેમેન્ટ્સમાં અનેકગણો ઉછાળો નોંધાયો છે,લોકો કેશથી વ્યવહાર વધુ કરતા થયા છે. મહામારીના દબાણને કારણે રોકડમાં ફરી એકવાર વધારો થવા લાગ્યો છે.
જો વાત કરીએ મૂલ્યની દ્રષ્ટિથી તો વર્ષ 2020-21માં રોકડનો વપરાશ 17.2 ટકા વધ્યો હતો, જે છેલ્લા 20 વર્ષમાં 15 ટકાના વૃદ્ધિ દરની સામે હતો. જો કે, યૂપીઆઈ મારફત ડિજિટલ પેમેન્ટ પણ ઓક્ટોબરમાં વધીને રૂ. 7.71 લાખ કરોડ થઈ ગયું છે.
જો કે ખાલી ભારતમાં જ નહીં, પણ અમેરિકા જેવા ડિજિટલ અર્થતંત્ર ધરાવતા દેશોમાં પણ 2020ના અંત સુધીમાં કેશ સર્ક્યુલેશન 16 ટકા વધીને $2.07 ટ્રિલિયન થઈ ગયું છે.
વર્ષ 1945 પછી યુએસ અર્થતંત્રમાં આ સૌથી મોટી તેજી કહી શકાય છે. વધતી જતી આર્થિક અનિશ્ચિતતા સાથે, રોકડનું પરિભ્રમણ પણ વધતું જોવા મળી રહ્યું છે. છેલ્લા દાયકામાં જીડીપી સામે રોકડની લેણદેણ માત્ર 11-12 ટકા હતી, જે મહામારી દરમિયાન વધીને જીડીપીના 14.5 ટકા થઈ હતી.