લખનૌ – ઉત્તરપ્રદેશની સરકાર અનેક જિલ્લાઓના નામ બદલી રહી છે તો કેટલાક જૂન કેદાઓમાં પરી વર્તન લાવી રહી છે ત્યારે હવે 115 વર્ષ જૂન એક કાયદાને યોગી સરકાર દ્વારા બદલવામાં આવ્યો છે .
માહિતી પ્રમાણે આ કાયદો ઉર્દૂ ભાષા સાથે જોડાયેલો છે વાત એમ છે કે ઉત્તર પ્રદેશમાં સબ-રજિસ્ટ્રારના પદ માટે પબ્લિક સર્વિસ કમિશનમાંથી પસંદ થયા બાદ ઉર્દૂની પરીક્ષા પાસ કરવી પડતી હતી. રજિસ્ટ્રી દસ્તાવેજોમાં ઉર્દૂ-ફારસી શબ્દોનો વધુ ઉપયોગ થતો હોવાથી આ પરીક્ષા લેવામાં આવી હતી.
જો કે હવે યોગી સરકારે આ શબ્દોને હટાવીને સામાન્ય હિન્દી શબ્દોનો ઉપયોગ કરવાની સૂચના આપી છે. આ ફેરફાર માટે રજીસ્ટ્રેશન એક્ટ 1908માં સુધારો કરવામાં આવશે.
આ માટે 1908માં બનેલા રજીસ્ટ્રેશન એક્ટમાં ફેરફાર કરવા પડશે.1908 નો રજીસ્ટ્રેશન એક્ટનો કાયદો તેમના દ્વારા બ્રિટિશ કાળ દરમિયાન બનાવવામાં આવ્યો હતો. જેના કારણે સરકારી દસ્તાવેજોમાં ઉર્દૂ અને ફારસી શબ્દો વધુ છે. ત્યારે આ કારણોસર, રજિસ્ટ્રીમાં ઉર્દૂ અને ફારસી શબ્દોની સંખ્યા વધુ છે.
આ સહિત એક સદી કરતાં વધુ જૂના કાયદાને કારણે આજે તે શબ્દોને સમજવું સરળ નથી. આ માટે, રજિસ્ટ્રી અધિકારીઓએ આ ભાષા શીખવી પડશે અને તેના માટે એક કાગળ પણ આપવો પડશે. બે વર્ષનો ભાષા શીખવાનો કોર્સ સબ-રજિસ્ટ્રારની પોસ્ટ પર નોકરી મેળવનારાઓએ જાહેર સેવા આયોગ દ્વારા પસંદ થયા પછી ઉર્દૂ પરીક્ષા પાસ કરવી પડશે. આ પેપર પાસ કરવા માટે ઉર્દૂ ભાષામાં લેખન, ટાઈપિંગ, વ્યાકરણ અને અનુવાદ શીખવો પડે છે. ભાષા શીખવાનો કોર્સ બે વર્ષનો છે. આ સમયગાળા દરમિયાન, જાહેર સેવા આયોગમાં પસંદગી થયા પછી, ઉમેદવારો પ્રોબેશન સમયગાળામાં રહે છે.