ભારતમાં 2 વર્ષથી વધુની ઉંમરના બાળકોને સપ્ટેમ્બર સુધીમાં રસી ઉપલબ્ધ થશેઃ ગુલેરિયા
દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારીને નાથવા માટે મોટાપાયે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. આ ઉપરાંત બાળકોને કોરોના સામે રક્ષણ મળી રહે તે માટે રસીની ટ્રાયલ ચાલી હી છે. દરમિયાન એઈમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે, 2 વર્ષથી વધારે ઉંમરના બાળકો માટે સપ્ટેમ્બર સુધી દેશમાં કોવેક્સિન ઉપલબ્ધ થઈ જશે.
એમ્સના નિર્દેશક ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે 2 વર્ષથી વધારે ઉંમરના બાળકો માટે સપ્ટેમ્બર સુધી દેશમાં કોવેક્સિન ઉપલબ્ધ થઈ જશે. ટ્રાયલનો બીજો અને ત્રીજો તબક્કો પુરો થયા બાદ બાળકોના રસીકરણ માટે કોવેક્સિનના ડેટા સપ્ટેમ્બર સુધીમાં ઉપલબ્ધ થશે અને તે જ મહિનામાં બાળકોની રસીને અપ્રુવલ મળી જશે. ભારતમાં આ રસીને લીલી ઝંડી મળી જાય છે તો બાળકોના રસીકરણ માટેનો આ એક વિકલ્પ હોઈ શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીની બીજી લહેર હવે ધીમે પડી છે. તેમજ જનજીવન ફરીથી ધબકતું થઈ રહ્યું છે. જો કે, આગામી દિવસોમાં કોરોનાની ત્રીજી લહેર આવે તેવી શકયતાઓ જોવાઈ રહી છે. જેથી કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્રીજી લહેર બાળકો માટે ખતરનાક હોવાનું મનાઈ રહ્યું છે.