Site icon Revoi.in

કોરોના સંકટઃ દેશમાં આગામી મહિનાથી દરરોજ 80થી 90 લાખ લોકોને અપાશે રસી

Social Share

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના લોકો કોરોના સામે લડાઈ લડી રહ્યાં છે. કોરોનાની રસી જ એક માત્ર રામબાણ હોવાથી કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેમજ વર્ષના અંત સુધીમાં તમામ લોકોને કોરોનાની રસીથી સુરક્ષિત કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવું છે. હાલ કોરોનાની રસીની અછતની ફરિયાદો અનેક રાજ્યોમાં ઉઠી રહી છે. જો કે, આગામી મહિનાથી દેશમાં જ નિર્મિત સ્પુતનિક-વી ઉપરાંત બાયોલોજીક-ઈ અને ઝાયડસ કેડિલાની રસી પણ મળવાની શકયતા છે. જેથી દરરોજ સરેરાશ 80-90 લાખ લોકોને કોરોનાની રસી આપીને સુરક્ષિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આરોગ્ય વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર જુલાઈ મહિનામાં 12 કરોડ ડોઝ ઉપબલ્ધ થશે. આ તમામ ડોઝ કોવિશીલ્ડ અને કોવેક્સિનની છે. ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં તેનું ઉત્પાદન વધારવામાં આવશે. આ ઉપરાંત ઝાયડસ કેડિલાની રસી તૈયાર થઈ ગઈ છે. મંજૂરીની પ્રક્રિયામાં છે. એની સાથે જ બાયોલોજીક્લ-ઈની રસીનું પરિક્ષણ લગભગ પૂર્ણતાને આરે છે. ઓગસ્ટમાં તેના પણ ડોઝ મળવાની શકયતા છે. કેડિલાનું શરૂઆતમાં ઉત્પાદન દર મહિને લગભગ એકથી બે કરોડ તથા બાયોલોજીકલ-ઈનું ચારથી પાંચ કરોડ રહેવાની શકયતા છે.

હિમાચલ પ્રદેશમાં સ્પુતનિક રસીનું ઉત્પાદન શરૂ થઈ ગયું છે. જો કે, હજુ તેના ડોઝ રુસથી જ આવે છે. આ ઉપરાંત મોડર્ના અને સિપ્લા વચ્ચે રસીના ખરીદને લઈને વાતચીત અંતિમ તબક્કામાં છે. આગામી મહિનાથી મોડર્નાની રસીની પણ આયાત થવાની શકયતા છે. ફાઈઝરની સરકાર સાથે વાતચિત અંતિમ તબક્કામાં છે. એક-બે મહિનામાં તેના ડોઝ પણ મળતા થવાની શકયતા જોવાઈ રહી છે. જેથી સપ્ટેમ્પર-ઓક્ટોબરમાં પ્રતિદિન એક કરોડ લોકોને કોરોનાની રસી આપવાનું આયોજન કરવામાં આવું છે.