- માર્ચ મહિનામાં 60થી વધુ ઉમરના લોકોને વેક્સિન અપાશે
- આ વેક્સિનેશન બે ચરણમાં થશે
- એક ચરણમાં મફ્તમાં વેક્સિન અપાશે બીજા ચરણમાં પૈસા ચૂકવવા પડશે
દિલ્હી – સમગ્ર દેશમાં 16 જાન્યુઆરીથી જ રસીકરણ અભિયાનની શરુઆત કરવામાં આવી ચૂકી છે,ત્યારે હવે થોડા જ સમયમાં રસીકરણના બીજા તબક્કાની પણ શરુઆત થશે, જેમાં 60 વર્ષના લોકો અને તેનાથઈ વધુ ઉમંર ધરાવતા અંદાજે 27 કરોડ જેટલા લોકોને કોરોના વેક્સિનનો ડોઝ આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આ તબક્કાના પણ બે તબક્કામાં ભાગ પાડવામાં આવ્યા છે,પ્રથમ ચરણમાં વડીલોને મફ્તમાં વેક્સિન આપવામાં આવશે જ્યારે બીજા ચરણમાં વેક્સિન માટે પૈસા ચૂકવવા પડશે.
જો કે આ બન્ને તબક્કાનો આરંભ આવતા મહિના એટલે કે માર્ચ મહીનાથી કરવામાં આવશે, જેમાં 60થી વધુ આયુ ધરાવતા લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે, આ મામાલે મળતી માહિતી પ્રમાણે સરકારે એવી ઘઓષણા કરી છે કે,રસીકરણના બીજા ચરણના લાભાર્થીઓ જો મતદાનની યાદી પ્રમાણે તેઓ બીજા રાજ્યમાં છે તો તેઓ ત્યા પણ વેક્સિન લઈ શકે છે.
રસીકરણના આગલા તબક્કામાં ‘ત્યાં બે પૂર્વ નિર્ધારિત જૂથો હશે કયા જૂથને મફત ડોઝ વેક્સિન અપાશે તે સરકાર નક્કી કરશે. નોંધણી સમયે, લાભાર્થીઓને જાણ કરાશે કે તેઓ મફત રસીકરણ માટે પાત્ર છે કે નહીં.
‘રસી કોને મફતમાં મળશે અને તેની કિંમત કોણે પોતે ચૂકવવાની રહેશે, અંતિમ વિગતો ટૂંક સમયમાંજારી કરવામાં આવશે.’ ઉલ્લેખનીય છે કે, રસીકરણનો પ્રથમ તબક્કો 16 જાન્યુઆરીથી શરૂ થયો હતો. જેમાં આરોગ્ય અને પ્રાથમિક કર્મચારીઓને અગ્રતા આપવામાં આવી હતી અને તમામનો ખર્ચ કેન્દ્ર સરકારે કર્યો હતો.
સાહિન-